Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

VS હોસ્પિટલમાં દેવાંગ રાણાની ઓફિસમાંથી મહત્વના દસ્તાવેજ ગાયબ

ડો. દેવાંગ રાણાએ જણાવ્યું હતું કે મને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે, સસ્પેન્શનની ધમકી આપવામાં આવે છે

dharmendravaghela by dharmendravaghela
2025-04-24 11:42:57
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં આવેલ VS હોસ્પિટલમાં થયેલા ક્લિનિકલ રિસર્ચ કૌભાંડમાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો

છે. સસ્પેન્ડ કરાયેલા ડૉ. દેવાંગ રાણાના કાર્યાલયમાંથી સંશોધન સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો અને

સામગ્રી ચોરી થઈ ગયા છે. આ અંગે મેડિકલ કોલેજના ડીનને ફરિયાદ કરવામાં આવી હતી. ત્રણ

મહિનાના CCTV ફૂટેજ પણ માંગવામાં આવ્યા હતા, પરંતુ તે રજુ કરવામાં આવ્યા ન હતા.
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તેમણે આ મામલે 25 જાન્યુઆરી, 2025એ અમદાવાદ મ્યુનિસિપલ

કમિશનરને પત્ર લખ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે મહાનગરપાલિકા દ્વારા રચાયેલી તપાસ

સમિતિને હજુ સુધી બધા દસ્તાવેજો મળ્યા નથી. તે સમયે ડૉ. દેવાંગ રાણા દ્વારા તેમની ઓફિસમાંથી

મહત્વપૂર્ણ દસ્તાવેજો ચોરાઈ ગયા હોવાની ફરિયાદ કરી હતી. ડો. દેવાંગ રાણાએ જણાવ્યું હતું કે મને

માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. સસ્પેન્શન અને ટ્રાન્સફરની ધમકી આપવામાં આવે છે. ડોક્ટર

કરણ શાહ અને દર્શનાબેનની માફી માગવા દબાણ કર્યુ હોવાના આક્ષેપો કર્યા છે. તેમણે આરોપો મૂકતા

કહ્યું કે હોસ્પિટલના ડીન ડો. કરણ શાહની તરફેણ કરે છે. મને (દેવાંગ રાણા) એસો. પ્રોફેસર તરીકે બઢતી

આપવામાં આવી નથી. એથિક્સ કમિટીનો હવાલો સંભાળતી વખતે SOPનું પાલન કરવાનું ફાલ્ગુની

મજમુદારે કહ્યું હતું, તેમના મતે સ્પોન્સર જે પૈસા ખાતામાં જમા કરે તેને 55% પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરને,

40% એએમસી મેટને, 2% ડીનને, 2% મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને અને 1% સભ્ય સચિવને, આમ 5

ભાગમાં વહેંચવાના રહેશે.
ડો. દેવાંગ રાણાએ ખુલાસો કરતા કહ્યું કે, મેં કોઈપણ પ્રકારની ગંભીર બેદરકારી, નાણાકીય ગેરરીતિ કે

ગેરવર્તણૂક આચરી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને NHL મેડિકલ કોલેજના ડીનના

આદેશથી મને વી.એસ. હોસ્પિટલમાં ક્લિનિકલ હેડ બનાવ્યો હતો. દેવાંગ રાણાએ કહ્યું કે NHL મેડિકલ

કોલેજના ડીન અને VS હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની મંજૂરીથી કામગીરી કરેલ છે. AMC મેટની SOP

માત્ર NHL, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અને AMCMET ડેન્ટલ કોલેજ પૂરતી જ મર્યાદિત છે. મારી

કામગીરી માત્ર એગ્રીમેન્ટ મુજબ ક્લિનિકલ ટ્રાયલ થયેલા છે કે નહીં તે જોવાની છે અને નાણાકીય

વ્યવહારોની કામગીરી કે જવાબદારી મારી નથી. AMCએ મારી પાસેથી કોઈપણ પુરાવા માંગ્યા નથી

અને પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે તમામ પુરાવા વી.એસ. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને 17 માર્ચ અને 28

માર્ચે આપ્યા હતા. દેવાંગ રાણાએ કહ્યું કે જેમાં આજ સુધી થયેલ તમામ ટ્રાયલની માહિતી વિગતવાર

આપી છે. DCGIના નિયમ મુજબ તમામ ટ્રાયલ થયેલા છે, એટલું જ નહીં તમામ ટ્રાયલ સુપ્રિટેન્ડન્ટની

જાણમાં થયેલ છે. જેની તપાસ કરીને ખરાઈ થયેલ છે.
આ સિવાય મને મળેલ મહેનતાણાની રકમની માહિતી સાઇટ મેનેજિંગ ઓફિસર દ્વારા આપને જણાવેલ

છે.મારા સગા સંબંધીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની વાત ખોટી છે. તમામમાં હું જોઈન્ટ એકાઉન્ટ

હોલ્ડર છું અને તમામ રકમ મને મહેનતાણા તરીકે મળેલ છે.આ બાબતે ઉપરી અધિકારી તેમને માનસિક

ત્રાસ આપતા હોવાનો દેવાંગ રાણાનો આરોપ છે. જો કે 22 જાન્યુઆરી 2025ના રોજ દેવાંગ રાણાએ

માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી હતી.

Tags: Ahmedabadclinical trialdr.devang ranavs hospital
Previous Post

સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની અંતિમયાત્રા નીકળતા શોકનો માહોલ છવાયો

Next Post

અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત્, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત્, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર

અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત્, તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર

મૃતકના પરિજનોને ₹5 લાખની સહાયની કરી જાહેરાત

મૃતકના પરિજનોને ₹5 લાખની સહાયની કરી જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.