એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શૈક્ષણિક સંસ્થા FIITJEE સામે મોટી કાર્યવાહી કરતાં દિલ્હીની મેન
બ્રાંચ સહિત કુલ 10 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડાઓ દિલ્હીના મલિક ડી.કે. ગોયલના રહેઠાણો
અને ઓફિસો, તેમજ નોઈડા અને ગુરુગ્રામ સ્થિત તેમના સંકળાયેલા સ્થાનો પર પડાયા હતા. આ
કાર્યવાહી પાછળનો મુખ્ય ઉદ્દેશ છે કે FIITJEE દ્વારા કરાયેલ નાણાકીય અનિયમિતતાઓ અને કથિત
કાળા ધંધાનું પર્દાફાશ કરવું.
ED ના જણાવ્યા મુજબ, FIITJEEના માલિકોએ અંદાજે ₹12 કરોડનો નફો કમાવ્યો હતો જ્યારે સંસ્થા
દેશભરમાં અનેક સેન્ટરો બંધ કરતી ગઈ છે. આ બંધ થયેલા સેન્ટરોને કારણે લગભગ ૧૨,૦૦૦
વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં લટકી રહ્યું છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં, નોઈડા પોલીસે FIITJEE
સાથે જોડાયેલા કેટલીક બેંક ખાતાઓને ફ્રીઝ કર્યા હતા. ત્યારબાદ, ગોયલ સાથે સંબંધિત વિવિધ
ખાતાઓમાંથી ₹11.11 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઘટના શિક્ષણ જગતમાં ભારે ચર્ચાનો
વિષય બની છે અને હવે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ સરકાર અને તપાસ એજન્સીઓ પાસે
ન્યાયની માંગ ઉઠાવી છે. EDની આગળની તપાસથી વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.