સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બલોચિસ્તાનના કલાતમાં મંગુચર શહેર બલોચ આર્મી કબજે દ્વારા કરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય હાઇવે અને અન્ય સ્થળોએ સેંકડો સશસ્ત્ર માણસોએ સ્થાન લઇ લીધું છે. બલોચ આર્મી દ્વારા પાકિસ્તાની સેનાના મુખ્ય કેમ્પને પણ નિશાન બનાવવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બલૂચિસ્તાનના કલાત જિલ્લામાં મંગુચર વિસ્તાર કબજે કરતા પહેલા બંદૂકધારીઓએ મુખ્ય પાકિસ્તાન આર્મી કેમ્પને ઘેરી લીધો અને તેના પર ગોળીબાર કર્યો. ગોળીબાર હજુ પણ ચાલુ છે અને સશસ્ત્ર માણસો રસ્તાઓ પર મુક્તપણે ફરતા નજરે પડે છે.