UPના કાનપુરના ચમન ગંજ વિસ્તારના ગાંધી નગરમાં રવિવારે રાત્રે પાંચ માળની ઇમારતમાં લાગેલી ભીષણ આગની ઘટનાએ હચમચાવી દીધા છે. આ ઇમારતમાં એક પરિવારના પાંચ સભ્યોના આ દુર્ઘટનામાં મોત નિપજ્યા હતા.એક ડઝનથી વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇમારતમાં લાગેલી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 8 કલાકની મહેનત બાદ જ પરિસ્થિતિ કાબુમાં આવી શકી હતી, પરંતુ આ પરિવારને બચાવી શક્યા નહોતા.
ડીસીપી દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે બે લોકોની હાલત ગંભીર છે. હાલ મેડિકલ એક્ઝામિનેશન બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. અમને માહિતી મળી હતી કે ત્રણ લોકો ઈમારતમાં ફસાયેલા છે પરંતુ જ્યાં સુધી અમે કોઈ પરિણામ સુધી પહોંચીએ એ પહેલા જ પાંચ લોકો જીવતા ભડથુ થઈ ગયા હતા. આ ઈમારતના નીચલા ફ્લોર પર શૂઝનું કારખાનું હતું અને કારખાનેદાર જ ઉપર રહેતા હતા.