ઓપરેશન સિંદૂર પર સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે. સરકાર તરફથી સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને જેપી નડ્ડા હાજર છે. કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેનો સમાવેશ થાય છે. બેઠકમાં વિપક્ષને ઓપરેશન સિંદૂર અંગેની તમામ માહિતી આપવામાં આવશે.
ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકીઓના અડ્ડાઓ ઉપર હવાઈ હુમલા કર્યા છે. એકસાથે 9 લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓમાં છુપાયેલા લગભગ 90થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતીય સેનાએ પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે ભારતે આ હવાઈ હુમલો કેવી રીતે કર્યો. આ દરમિયાન, પીએમ મોદીએ કેબિનેટ બેઠક યોજી હતી. તેમજ સમગ્ર પરિસ્થિતિની માહિતી રાષ્ટ્રપતિ મુર્મુને આપવામાં આવી છે.