વિશ્વમાં અત્યારે સ્થિતિ ખૂબ જ ભયાનક ચાલી રહી છે. યુદ્ધના વાદળ તો દરેક દેશો પર મંડરાઈ રહ્યાં છે.
તેવામાં ભૂકંપની ઘટનાઓ પણ વધી રહી છે. જાપાન આજે એક પ્રચંડ ભૂકંપથી હચમચી ઉઠ્યું છે.
જાપાનના હોક્કાઇડો કિનારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 નોંધાઈ છે.
જાપાન હવામાન એજન્સીએ ભૂકંપની પુષ્ટિ કરી છે. જાપાન હવામાન એજન્સીએ કહ્યું કે, ગુરુવારેના રોજ
જાપાનના હોક્કાઇડો ક્ષેત્રમાં નેમુરો દ્વીપકલ્પના દક્ષિણપૂર્વ કિનારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ
42.8 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 146.4 ડિગ્રી પૂર્વ રેખાંશ પર જોવા મળ્યું છે.
જાપાનમાં મોટાભાગે ભૂકંપ આવે એટલે સુનામીની આગાહી કરવામાં આવતી હોય છે. જોકે હજુ સુધી
સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી, ભૂકંપના જોરદાર આંચકાથી આ વિસ્તારમાં રહેતા
લોકોમાં ગભરાટ ફેલાયો છે. અત્યારે ભૂકંપ ખૂબ જ આવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા પણ 5.9ની
તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગઈ કાલે બુધવારે નેમુરોથી લગભગ 107 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં 14.9
કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપ આવ્યો હતો. જાપાનમાં ભૂકંપ કે સુનામી જેવી કુદરતી આફતની ચર્ચા થઈ
રહી છે. તેથી, જાપાની સરકાર અને ભૂકંપ વૈજ્ઞાનિકોએ ચેતવણી જારી કરી છે. લોકોને કોઈપણ પ્રકારની
આફતનો સામનો કરવા માટે તૈયાર રહેવા પણ કહેવામાં આવ્યું છે.
જાપાનમાં 2011માં સૌથી વધારે ભયાનક ભૂકંપ આવ્યો હતો. 2011માં 9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
હતો. ભૂકંપના કારણે આવેલી સુનામીએ 15,000 લોકોના જીવ લીધા હતા. વિશ્વમાં જાપન સૌથી વધારે
ભૂકંપથી પ્રભાવિત દેશ છે. કારણે કે, જાપાનમાં સૌથી વધારે જ્વાળામુખી આવેલા છે. મોટા ભાગે જ્યારે
પણ જાપાનમાં ભૂકંપ આવે છે ત્યારે સુનામી પણ આવતી હોય છે. પરંતુ આજે આવેલા 6.1ની તીવ્રતાના
ભૂકંપમાં જાપાન હવામાન એજન્સી દ્વારા સુનામી કોઈ સૂચના આપવામાં આવી નથી. આ ભૂકંપમાં કોઈ
જાનહાનિ થઈ કે કેમ? તેની વિગતો હજી પ્રકાશમાં આવી નથી