ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ઈરાન દ્વારા ઈઝરાયલ પર જોરદાર રીતે
મિસાઈલોના એક પછી એક પ્રહાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ઈઝરાયલ દ્વારા ફાઇટર જેટ દ્વારા સતત
ઈરાનના મહત્ત્વના સંરક્ષણ, પરમાણુ અને અન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ
દરમિયાન એવા અહેવાલ આવી રહ્યા છે. મધ્ય ઈરાનના સેમનાન પ્રાંતમાં 20 જૂનની રાતે જોરદાર
ભૂકંપ આવ્યો હતો. જેના લીધે લોકોમાં ડર ફેલાયો હતો. જોકે હજુ સુધી આ ભૂકંપની કોઈ મોટા
નુકસાનની માહિતી સામે આવી નથી.
સ્થાનિક સમયાનુસાર ભૂકંપ રાતે 8:49 વાગ્યે આવ્યો હતો જેની તીવ્રતા 5.1 મપાઈ હતી. આ આંચકો
સેમનાન શહેરથી 36 કિ.મી. દક્ષિણ પશ્ચિમમાં નોંધાયો હતો. યુરોપતિન ભૂમધ્યસાગર સિસ્મોલોજી સેન્ટર,
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જિયોસાયન્સિઝ અને નાગરિક સિસ્મોગ્રાફ નેટવર્કે પણ આ ભૂકંપની પુષ્ટી કરી
હતી. તેનું કેન્દ્ર જમીનથી 35 કિ.મી. ઊંડે હોવાનું જણાવાયું હતું.