આજે 21 જૂન એટલે કે 11મો વિશ્વ યોગ દિવસ છે. જેની દેશ-વિદેશમાં ઉજવણી થઈ રહી છે. આ વર્ષે
ખાસ કાર્યક્રમ ‘યોગ સંગમ’ હેઠળ લોકો સવારે 6:30 થી 7:45 વાગ્યા સુધી દેશભરમાં એક લાખથી વધુ
સ્થળોએ સામાન્ય યોગ પ્રોટોકોલ અનુસાર સામૂહિક રીતે યોગ કરી રહ્યા છે. વિશ્વભરના કુલ 191 દેશોમાં
યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના
વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા છે.
મહત્વની વાત એ છે કે, સરકાર દ્વારા કુલ 10 લાખ કાર્યક્રમોનું એલાન કરવામાં આવ્યું છે. જેના કારણે
યોગને દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે. 11 વર્ષમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક વૈશ્વિક
આયોજન બની ગયું છે. વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણીઓ કરવામાં આવી રહી છે. વિશ્વને યોગ
સાથે જોડવામાં ભારતે ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી છે. અત્યારે વિશ્વના મોટા ભાગના દેશોમાં યોગ
હવે દૈનિક દિનચર્યાનો ભાગ બની ગયો છે. જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂર છે. યોગ આપણાં શરીર
અને સ્વાસ્થ્ય માટે અતિમહત્વપૂર્ણ છે તે વાત ભારતે વિશ્વને શિખવાડી છે.
191 દેશોમાં યોગ દિવસની ઉજવણી
વિશ્વભરના કુલ 191 દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે વડા પ્રધાન
નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા છે. સરકાર દ્વારા
10 ખાસ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે, જે યોગને લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ સાબિત
થશે.