ન્યાયતંત્ર કારોબારીની દખલગીરીથી મુક્ત હોવું જોઈએ તેવી ભારત રત્ન ડો. બી. આર. આંબેડકરની
સંકલ્પના હતી તેમ ચીફ જસ્ટિસ ભૂષણ ગવઈએ મહારાષ્ટ્રના વિધાનમંડળનાં બંને ગૃહોનું સન્માન
સ્વીકાર્યા બાદ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર વિધાન ભવનમાં સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે ભૂષણ આર. ગવઈની નિયુક્તિ
બાદ તેમનું સન્માન કર્યું હતું.આ પ્રસંગે ‘ભારતીય બંધારણ’ પર બોલતા, તેમણે કહ્યું કે બંધારણ દેશમાં
રક્તહીન ક્રાંતિનું શ રહ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા 75 વર્ષોમાં ભારતમાં સામાજિક-આથક સમાનતા
લાવવા માટે ન્યાયતંત્ર, કારોબારી અને વિધાનસભાએ સાથે મળીને કામ કર્યું છે. બંધારણ તેની શતાબ્દી
તરફ આગળ વધી રહ્યું છે. આ સમયગાળામાં પોતે ન્યાયિક પ્રક્રિયાનો ભાગ રહ્યા તે વાતની તેમને ખુશી
છે. તેમણે કહ્યું હતું કે આપણા ત્રણ મુખ્ય સ્થંભ કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર છે. તેમાંથી
ન્યાયતંત્રનું કરત્વય નાગરિક અધિકારોના રખેવાળ તરીકેનું છે.
ચીફ જસ્ટિસએ આંબેડકરના શબ્દોને પણ ટાંકીને કહ્યું કે બંધારણ સ્થિર ન હોઈ શકે, તે ઓર્ગેનિક હોવું
જોઈએ અને વિકસિત થતું રહેવું જોઈએ. આવનારી પેઢી જે સમસ્યાઓનો સામનો કરી શકે છે તેનો
વર્તમાન પેઢી અંદાજ લગાવી શકતી નથી, તેથી બંધારણીય સુધારાઓની જોગવાઈ રખાઈ છે એમ
તેમણે કહ્યું હતું.