ગુરુવારે સવારે 9.04 વાગ્યે દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપના આંચકા એટલા તેજ હતા કે લોકો ઘર અને ઓફિસમાંથી દોડીને બહાર આવી ગયા હતા.
ગઇકાલથી જ દિલ્હીમાં ભારે વરસાદ પડી રહ્યો છે એવામાં ભૂકંપના આંચકા આવતા લોકો ગભરાઈ ગયા
હતા. આશરે 7થી 10 સેકન્ડ સુધી સતત આંચકા અનુભવાયા હતા. દિલ્હીની સાથે સાથે નોઈડા,
ગાઝિયાબાદમાં પણ ભૂકંપ અનુભવાયો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 માપવામાં આવી છે.
ભૂકંપ હરિયાણાના ઝજ્જરમાં આવ્યો હતો, જેના આંચકા દિલ્હી સુધી અનુભવાયા.