ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર આ સપ્તાહના અંતે ચીનની મુલાકાતે જશે. આ તેમની પાંચ વર્ષ બાદની પ્રથમ ચીન યાત્રા છે. ઉલ્લેખનીય છે કે 2020ની સરહદી કાર્યવાહી બાદ ભારત અને ચીન વચ્ચે તણાવ પૂર્ણ સંબંધો ચાલી રહ્યા હતા. જ્યારે હવે આ સંબંધોમાં સુધાર લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ યાત્રા દરમિયાન જયશંકર ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને તિઆનજિનમાં શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં ભાગ લેશે. જયશંકરની આ યાત્રા 14-15 જુલાઈએ તિઆનજિનમાં યોજાનારી SCOની વિદેશ મંત્રીઓની બેઠકના સંદર્ભમાં થઈ રહી છે.