114 વર્ષીય મેરેથોન રનર ફૌજા સિંહ સાથે જોડાયેલો હિટ એન્ડ રનનો મામલો દેહાત પોલીસે માત્ર 30 કલાકની અંદર ઉકેલ્યો છે. મંગળવારે મોડી રાત્રે પોલીસે 30 વર્ષીય એનઆરઆઈ અમૃતપાલ સિંહ ઢિલ્લોનની ધરપકડ કરી છે. તેમજ તેની ફોર્ચ્યુનર ગાડી પણ જપ્ત કરી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અમૃતપાલની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી હતી. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીએ જણાવ્યું કે, તે ફોન વેચી મુકેરિયાથી પરત ફરી રહ્યો હતો, ત્યારે વ્યાસ પિંડ નજીક એક વરિષ્ઠને ગાડીની અડફેટે લીધો હતો. તેને જાણ ન હતી કે, વરિષ્ઠ વ્યક્તિ ફૌજા સિંહ છે. મોડી રાત્રે મીડિયામાં સમાચારમાં તેને જાણ થી હતી. આરોપી અમૃતપાલસિંહ ઢિલ્લોન જલંધરના કરતારપુરના દાસુપુર ગામનો રહેવાસી છે. અકસ્માત બાદ તે જલંધર ગયો ન હતો. પરંતુ ગામડાંઓમાંથી થઈ સીધો કરતારપુર પહોંચ્યો હતો. પોલીસે તેની કરતારપુર સ્થિત ઘરમાંથી ધરપકડ કરી હતી.





