સંસદનું ચોમાસુ સત્ર 23મી જુલાઈ સોમવારથી શરૂ થશે અને 21 ઓગસ્ટે પૂર્ણ થશે. ચોમાસુ સત્ર પહેલા ત્રણ બેઠકો યોજાઈ રહી છે. સરકારે એક બેઠક યોજી છે. બીજી તરફ, વિપક્ષ પણ સત્રમાં સરકારને ઘેરવા માટે એક બેઠક યોજવા જઈ રહ્યું છે. સત્રમાં વિપક્ષ જે મુદ્દાઓ ઉઠાવશે તેના પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે, સરકાર અને વિપક્ષે પોતપોતાની બેઠકો યોજી છે. આ સાથે, ચોમાસુ સત્ર પહેલા એક સર્વપક્ષીય બેઠક પણ બોલાવવામાં આવી છે. એટલે ચોમાસુ સત્ર પહેલા ત્રણ બેઠકો યોજાવાની છે, જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થવાની છે.
રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં સરકાર તરફથી રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ અને અન્ય વરિષ્ઠ પ્રધાનો હાજરી આપવાના છે. આ સાથે અનેક વિપક્ષી પક્ષો અને NDA પક્ષોના નેતાઓ અને સંસદીય પક્ષોના વડાઓ આ બેઠકનો ભાગ લેવાના છે. વિપક્ષ અત્યારે ઓપરેશન સિંદૂર અને બિહાર વોરટ યાદી મામલે સરકારને ઘેરવાની તૈયારી કરે છે. જેના માટે ઇન્ડિયા ગંઠબંધન સત્ર પહેલા શનિવારે ઓનલાઈન બેઠક બોલાવીને ચર્ચા કરશે.
વિપક્ષ દ્વારા જે બેઠક બોલાવવામાં આવી છે તેમાં સરકારને ઘેરવાની સામાન્ય રણનીતિ અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરાશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, ચોમાસુ સત્ર દરમિયાન, પહેલગામ આતંકવાદી હુમલાના હુમલાખોરો વિશે, ઓપરેશન સિંદૂર મામલે કેટલાક અધિકારીઓએ કરેલા ખુલાસા, મધ્યસ્થી અંગે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ અને ચીનના મુદ્દા પર ઓછામાં ઓછા બે દિવસ ચર્ચા થવી જોઈએ અને આ માંગ પર કોઈ સમાધાન થઈ શકે નહીં. તેનો અર્થ એ છે કે, વિપક્ષ સંપૂર્ણ રીતે સરકારને ઘેરવા માટે તૈયાર કરી રહ્યું છે. આ વખતે સરકારે વિપક્ષને જવાબ આપવા માટે તૈયાર રહેવું પડશે.
આ વખતે ચોમાસુ સત્ર પહેલા સત્તા પક્ષે પ્રધાનોની બેઠક બોલાવી હતી. જેમાં અનેક કેન્દ્રીય પ્રધાનો સામેલ થયાં હતાં. આ બેઠકમાં સરકારે પોતાની રણનીતિ બનાવી છે. વિપક્ષ દ્વારા જે પણ મુદ્દા ઉઠાવવામાં આવશે તેનો જવાબ આપાવની તૈયારીઓ ચાલી રહી છે. સરકારનો એજન્ડા શું હશે તેના પર સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું. જો કે, આ બેઠકમાં રાજનાથ સિંહ, અમિત શાહ, કિરણ રિજિજુ ઉપરાંત પીયૂષ ગોયલ અને કિશન રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.