સંભલના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈકબાલ મહમૂદે કાવડ યાત્રા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડાઓ વધુ છે. આ લોકો તોડફોડ કરી રહ્યા છે અને ગુંડાગીરી કરી રહ્યા છે. તેમના આ નિવેદને કાવડયાત્રાની પવિત્રતા અને તેમાં સામેલ લોકોના વર્તન પર સવાલ ઉઠાવ્યા છે, હવે તેમના આ નિવેદનથી હોબાળો મચી ગયો છે.
સપાના ધારાસભ્યએ કાવડીઓ પર પ્રતિક્રિયા આપતા સપા ધારાસભ્યએ કહ્યું કે, કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડાઓ વધુ છે. તેમણે દાવો કર્યો કે આ લોકો રસ્તાઓ પર તોડફોડ અને ગુંડાગીરી કરી રહ્યા છે અને તેમનું સ્થાન જેલમાં છે. તેમણે સરકાર પાસે આ બદમાશો સામે કાર્યવાહી કરવા અને તેમને જેલમાં મોકલવાની માંગ કરી હતી. ધારાસભ્યએ તોફાન મચાવી રહેલા કાવડીઓ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે,આ લોકો રસ્તા પર તોડફોડ અને ગુંડાગીરી કરી રહ્યા છે અને તેમની જગ્યા જેલમાં છે.’ તેમણે સરકારને આ ઉપદ્રવીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમને જેલ મોકલવાની માગ કરી છે. મહમૂદે મુઝફ્ફરનગરમાં થયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘ત્યાં કાવડયાત્રીઓએ બાળકોને લઈ જઈ રહેલી એક સ્કૂલ વાનમાં તોડફોડ કરી હતી.આ લોકો સારા કર્મ નથી કરી રહ્યા, પરંતુ બીજાને નુકસાન પહોંચાડી રહ્યા છે. આપણા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સીએમ યોગીએ આ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ અને આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ તેમ પણ જણાવ્યું હતું.