સરકારી નોકરીઓ શોધી રહેલા યુવાનો માટે એક સારા સમાચાર છે. હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)એ એક ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે અંતર્ગત ગ્રંથપાલ વર્ગ-3ની પોસ્ટ માટે 12 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. GSSSB દ્વારા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળ ગ્રંથપાલ વર્ગ-3ની ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઓજસ ભરતી 2025 અંતર્ગત ગ્રંથપાલ વર્ગ-3 પોસ્ટ માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત આ 12 પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 ઓગસ્ટ 2025 છે. ઇચ્છુક ઉમેદવારોએ અરજી કરવા માટે https://ojas.gujarat.gov.in/ પર જવું પડશે.ગ્રંથપાલ વર્ગ-3 પોસ્ટ માટે બિનઅનામત કેટેગરીના 7, આર્થિક રીતે નબળા 1, અનુ.જન જાતિના 1, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિની 3, એમ કુલ 12 ભરતીઓ કરવામાં આવશે.
આ પોસ્ટ પર ભરતી માટે ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન અથવા પુસ્તકાલય વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. સાથે જ કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ અને હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું સંપૂર્ણ જ્ઞાન હોવું પણ જરૂરી છે.
આ માટે અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18થી 35 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર, વયમર્યાદામાં છૂટછાટ મળશે.ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા બહાર પાડવામાં આવેલી ગ્રંથપાલ વર્ગ-3 પોસ્ટ પર પસંદગી પામેલા ઉમેદવારોને પહેલા પાંચ વર્ષ 40,800 રૂપિયાનો ફિક્સ પગાર મળશે. જો પાંચ વર્ષના અંતે ઉમેદવારની કામગીરી સંતોષકારક જણાશે તો સાતમા પગાર પંચના લેવલ-5 પ્રમાણે 29,200 રૂપિયાથી 92,300 રૂપિયાના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક થઈ શકે છે.