સોમવાર-મંગળવારની મોડી રાત્રે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સોમવારે રાત્રે 12:11 વાગ્યે આંદામાન અને નિકોબારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં સમુદ્રની સપાટીથી 10 કિલોમીટર નીચે હતું.
ને ટાંકીને જણાવ્યું હતું કે આંદામાન-નિકોબાર ટાપુઓ આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 નોંધાઈ હતી. જ્યારે ધરતીકંપનું કેન્દ્રબિંદુ 10 કિમી ઊંડાઈએ રહ્યું હોવાનું જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ)એ નોંધ્યું છે.જો કે હાલ આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલો મળ્યા નથી.