ભાજપના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ દિલ્હીમાં ધામા નાખતાં ભાજપમાં ફરી નવાજૂનીના એંધાણની અટકળો તેજ થઈ છે. આજે મંગળવારે વસુંધરા રાજે સિંધિયાએ સંસદ ભવનમાં લગભગ 20 મિનિટ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ તેજ બની છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ મુલાકાત અનૌપચારિક હતી, પરંતુ તેને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનઈ રહી છે.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે રાજસ્થાનની રાજકીય પરિસ્થિતિ, સંગઠનની ભાવિ વ્યૂહનીતિ અને આગામી નાગરિક ચૂંટણીઓ અંગે ચર્ચા થઈ હતી. જો કે, આ બેઠક અંગે કોઈપણ પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ ભાજપમાં ફરી નવાજૂનીના એંધાણની અટકળો તેજ થઈ છે.