વિશ્વમાં અનેક દેશો એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યાં છે. હમણાં જ થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે પણ યુદ્ધ શરૂ થયું હતું. આવી સ્થિતિમાં મોટાભાગના દેશોએ પોતાના દેશના મુસાફરો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે પણ થાઇલેન્ડમાં રહેતા ભારતીય નાગરિકોને થાઇલેન્ડ-કંબોડિયાની સરહદ આસપાસ જવાની ના પાડી દીધી છે.
આ પહેલા પણ ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાન, ઈઝરાયલ, સહિત કેટલાક દેશોમાં જવાના ના પાડી દીધી હતી. ઈરાનમાં લગાતાર હિંતા અને આંતકવાદનો ખતરો રહે છે. જેના કારણે વિદેશી નાગરિકોને સુરક્ષાની સેવાઓ ખૂબ જ ઓછી મળશે. ઈરાનમાં અત્યારે હાલાત ખૂબ જ ગંભીર છે. સીરિયા અહીં સશસ્ત્ર જૂથોની પ્રવૃત્તિઓ ખૂબ જ વધી ગઈ છે, જેના કારણે અહીં વારંવાર હુમલા અને હત્યાની ઘટનાઓ બની હોય છે. સીરિયા વિદેશી લોકો માટે જરાય સુરક્ષિત નથી. સીરિયામાં જવું અત્યારે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે.
લિંબિયાની સ્થિતિ પણ સીરિયા જેવી જ છે. અહીં પણ વિદેશી લોકો સુરક્ષિત નથી. તેમના માટે કોઈ પણ પ્રકારની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવતું નથી. જેના કારણે લિંબિયામાં જવા માટે ભારત સરકારે પોતાના નાગરિકોને ના પાડી દીધી છે.કંબોડિયામાં અત્યારે પ્રવાસ કરવાની ના પાડવામાં આવી તેનું કારણ એ પણ છે કે, અહીં ફેક નોકરીની ઓફરો આપીને ફ્રોડ કરવામાં આવે છે. છે. મ્યાનમારમાં ઘણા એવા વિસ્તારો છે, જેમાં ખાસ કરીને સરહદી વિસ્તારોમાં સશસ્ત્ર પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં સંદેશાવ્યવહારની સેવાઓ પણ ખોરવાઈ જાય છે, જેથી મુશ્કેલ સમયે તમે કોઈને સંપર્ક પણ કરી શકતા નથી. જેથી ભારતીય નાગરિકોને ત્યાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. લેબનોનમાં વારંવાર બોમ્બ વિસ્ફોટની ઘટનાઓ બનતી રહે છે. આ સાથે લેબનોનમાં સુરક્ષાની સ્થિતિ પણ ચિંતાજનક હોવાથી આ દેશમાં પ્રવાસ કરવો જોખમી છે. લેબનોનના મોટાભાગના વિસ્તારો જોખમી હોવાનું જાણવા મળ્યું, આપણાં પાડોશી દેશ બાંગ્લાદેશમાં પણ સ્થિતિ અત્યારે વિકટ છે, લોકો હિંસા પર ઉતરી આવ્યાં છે અને છાશવારે હત્યાની ઘટનાઓ બની રહી છે. અનેક જગ્યાએ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જેથી ભારતીય નાગરિકોને ત્યાં ના જવા સૂચના આપવામાં આવી છે