જમ્મુ અને કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ પોલીસ અને સેના એક્ટિવ થઈને કાર્યવાહી કરી
રહી છે. દિલ્લીના લાજપતનગર વિસ્તાતમાં આતંકવાદી ભંડોળ નેટવર્કનો પર્દાફાશ થયો છે. અહીં
કાશ્મીર પોલીસના કાઉન્ટર ઇન્ટેલિજન્સ યુનિટે ‘શાલીમાર ટેક્સટાઇલ’ નામની પેઢી પર દરોડા પાડવામાં
આવ્યાં છે. આ પેઢી પર અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાશ્મીરની કાઉન્ટર ઇન્ટેલિજન્સ યુનિટે
UAPA હેઠળ એક ફરિયાદ નોંધી હતી. જેમાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. દિલ્લીમાં બેસીને
આંતકવાદીઓને ફંડિંગ આપવામાં આવતું હોવાનું હોવાની જાણકારી જમ્મુ અને કાશ્મીર પોલીસને બાતમી
મળી હતી. આ સ્લીપર નેટવર્કની બાતમી મળતી પોલીસે આ વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. જેમાં બે
આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
જમ્મુ અને કાશ્મીર પોલીસે ધરપકડ કરી તેમાં એકનું નામ મોહમ્મદ અયૂબ ભટ છે, જે બડગામનો
રહેવાસી છે અને દિલ્હીમાં શાલીમાર ટેક્સટાઇલ નામથી કાપડનો વ્યવસાય ચલાવતો હતો. બીજો
આરોપી મોહમ્મદ રફીક શાહ શ્રીનગરના બેમિના વિસ્તારનો રહેવાસી છે. બંને પર વ્યવસાયની આડમાં
લશ્કર-એ-તૈયબાને ભંડોળ પૂરું પાડવાનો આરોપ છે. આ સ્થળેથી પોલીસને ડિજિટલ ઉપકરણો, શંકાસ્પદ
ચેટ્સ, વિદેશી વ્યવહારો અને આતંકવાદી હેન્ડલર્સ સાથેની વાતચીતના પુરાવા મળ્યા છે. જેથી હવે આ
મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ સમગ્ર મામલે જમ્મુ અને કાશ્મીર પોલીસે વિગતો
આપતા જણાવ્યું કે, દિલ્લી પોલીસ સાથે મળીને કાઉન્ટર-ઇન્ટેલિજન્સ ટીમોએ NIA એક્ટ હેઠળ જારી
કરાયેલા વોરંટ પર લાજપત નગર સ્થિત પરિસરમાં તપાસ કરી હતી. આ કાર્યવાહી UAPA કેસ હેઠળ
કરવામાં આવી રહી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, તે આંતરરાષ્ટ્રીય
આતંકવાદી ભંડોળ નેટવર્ક સાથે સંકળાયેલ છે,