Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

થાઈલેન્ડમાં નોકરીની લાલચમાં અનેક ગુજરાતી લોકો મ્યાનમારમાં ફસાયા

ચાઈનીઝ ગેંગનો પણ હાથ હોવાની આશંકા, બેંગકોક બોલાવ્યા બાદ મ્યાનમાર અને કમ્બોડિયામાં કરાવતા ગેરકાયદે કામ

dharmendravaghela by dharmendravaghela
2025-08-19 11:31:21
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બેંગકોકમાં આઇટી કંપનીમાં નોકરીની લાલચ આપીને થાઇલેન્ડમાં ટુરિસ્ટ વીઝાના આધારે બોલાવ્યા બાદ

મ્યાનમાર અને કમ્બોડિયામાં લઈ જઈને ત્યાં કૉલ સેન્ટર દ્વારા સાયબર ક્રાઇમ કરવા મજબૂર કર્યા હોવાનું

કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાંથી છૂટીને આવેલા યુવકની પૂછપરછમાં સાયબર ક્રાઇમ સામે અનેક

ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ કેસમાં જાણવા મળ્યું હતું કે, અભિષેકસિંગ નામનો મુખ્ય આરોપી

દુબઈમાં બેઠા બેઠા ચાઇનીઝ ગેંગ સાથે મળીને સમગ્ર કૌભાંડ ચલાવતો હતો. બેંગકોકથી છૂટકારો

મેળવીને પરત આવનાર યુવકે મ્યાનમારના કૉલ સેન્ટરમાં અનેક ગુજરાતી યુવકો ફસાયા હોવાનો અને

ડરના કારણે સાયબર ક્રાઇમ કરતો હોવાનો ખુલાસો કર્યો છે. હવે આ મામલે સાયબર ક્રાઇમે વધુ તપાસ

શરૂ કરી છે.
ટેલિગ્રામ ચેનલ દ્વારા બેંગકોકમાં આઈટી કંપનીમાં જૉબ ઓફરની લાલચ આપીને યુવાનોને ટુરિસ્ટ વીઝા

પર બેંગકોક બોલાવ્યા બાદ મ્યાનમાર અને કમ્બોડિયામાં ગેરકાયદે ચાલતા કૉલ સેન્ટરમાં લઈ જઈને

ત્યાં સાયબર ક્રાઇમ આચરતી ચાઈનીઝ ગેંગના સકંજામાંથી છૂટેલા અમદાવાદના યુવકની પૂછપરછમાં

અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.
આ અંગે માહિતી આપતા સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માકડીયાએ જણાવ્યું કે, અમદાવાદમાં રહેતા

યુવકની સાથે તેના મિત્રને પણ અભિષેકસિંગ દ્વારા નોકરીની ઓફર આપવામાં આવી હતી. જેથી બેંગકોક

જવા માટેની વીઝા પ્રોસેસ કિંજલ શાહે કરી આપી હતી. બંને મિત્રો બેંગકોક પહોંચ્યા ત્યારે અભિષેકસિંગે

વિડીયો કૉલ કરીને તેમને એક લોકેશન પર પહોંચવા માટે કહ્યું હતું. જ્યાં પહોંચતા એક વ્યક્તિનો કૉલ

આવ્યો હતો અને તેણે એક ટેક્ષીનો નંબર આપ્યો હતો. જે ટેક્ષીમાં બેસીને હોટલ પર જવા માટે સૂચના

આપી હતી. ત્યારબાદ આવેલી ટેક્ષીના ડ્રાઇવર આશરે 400 કિલોમીટર દૂર એક હોટલમાં લઈ ગયો હતો.

જ્યાં બે મિત્રોની સાથે અન્ય યુવકો પણ હતા. જેથી ભોગ બનનાર યુવકના મિત્રને શંકા જતા તે ત્યાંથી

નાસી ગયો હતો. જ્યારે થોડીવાર બાદ તમામને અલગ-અલગ કારમાં મ્યાનમાર કેનાલ પાસે લઈ જઈને

ક્રોસ કરાવ્યા બાદ 20 કિલોમીટર ચલાવીને ગેરકાયદે ચાલતા કૉલ સેન્ટર પર લઈ ગયા હતા. જ્યાં

તમામના ફોટો પાડીને લોહીના નમૂના લેવામાં આવ્યા હતા અને તમામને કૉલ સેન્ટરથી કૉલ કરીને

નાણાં પડાવવા માટેની કામગીરી કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ માટે 20 દિવસની તાલીમ પણ

અપાઇ હતી.

Tags: fake job scammyanmarthiland jpb
Previous Post

રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે: કેન્દ્ર

Next Post

ગીર સોમનાથમાં 24 કલાકમાં ખાબક્યો 11 ઈંચ વરસાદ!

dharmendravaghela

dharmendravaghela

Related News

અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હુમલો, 15 લોકોના મોત, ગભરાયું તાલિબાન
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાને કરેલી એર સ્ટ્રાઇકનો જડબાતોડ જવાબ આપીશું : અફઘાનિસ્તાન

February 26, 2026
બ્રિટનના વિઝિટર અને સ્ટુડન્ટ વિઝાની ફીમાં તોતિંગ વધારો
આંતરરાષ્ટ્રીય

ડિજિટલ ટ્રાન્ઝિટ સિસ્ટમ અમલી બનતા યુકેમાં ભારતીયો માટે ઇ-વીઝા ફરજિયાત

February 26, 2026
614 વર્ષ પછી પ્રથમવાર અમદાવાદ નગરદેવી નગરચર્યાએ
તાજા સમાચાર

અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા

February 26, 2026
Next Post
ગીર સોમનાથમાં 24 કલાકમાં ખાબક્યો 11 ઈંચ વરસાદ!

ગીર સોમનાથમાં 24 કલાકમાં ખાબક્યો 11 ઈંચ વરસાદ!

કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’ (PMVBRY) નું પોર્ટલ

કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું 'પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના' (PMVBRY) નું પોર્ટલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.