કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગને નિયંત્રિત કરતું મહત્ત્વનું બિલ લોકસભામાં પસાર કરી દીધું છે. તેનો
હેતુ ઓનલાઇન મની ગેમ્સ અને સટ્ટાખોરીને સંપૂર્ણપણે રોકવાનો અને ઇ-સ્પોર્ટ્સ તેમજ સોશિયલ
ગેમ્સને પ્રોત્સાહન આપવાનો છે. એક અંદાજ મુજબ દર વર્ષે ૪૫ કરોડ લોકો આ ઓનલાઇન મની
ગેમ્સના ચક્કરમાં ફસાઈને ૨૦ હજાર કરોડથી વધારે રકમ ગુમાવે છે.
કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે ઓનલાઇન ગેમ્સથી લોકોને થઈ રહેલા નાણાકીય અને સામાજિક નુકસાનને
રોકવા માટે તે આ બિલ લાવી છે. આ બિલનું નામ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ
બિલ ૨૦૨૫ છે. આ ગેમ્સની લત ફક્ત નાણાકીય નુકસાન જ નહીં પણ એક સામાજિક સંકટ બની ચૂકી
છે. કેટલાય લોકોએ આ ગેમ્સના ચક્કરમાં આવીને આત્મહત્યા કરી છે.ઓનલાઇન ગેમિંગ બિલના ત્રણ
મુખ્ય હિસ્સા છે. તેમા આ બિલ દ્વારા પહેલી વખત ઇ-સ્પોર્ટ્સને માન્યતા આપવામાં આવી રહી છે.
અત્યાર સુધી દેશમાં સ્પોર્ટ્સ ગેમ્સ માટે કોઈ કાયદાકીય આધાર ન હતો. તેની આગામી માર્ગદર્શિકાઓ
રમતગમત મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત સરકારે ઓનલાઇન સોશ્યલ ગેમ્સને
કાયદાકીય માન્યતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ગેમ્સ સામાન્ય લોકોના એજ્યુકેશન માટે કામ
આવે છે.તેની માર્ગદર્શિકાઓ આગામી સમયમાં માહિતી અને ઇલેકટ્રોનિક મંત્રાલય નક્કી કરશે.
આ ગેમ્સમાં નાણાકીય લેવડદેવડ થાય છે. ક્રિકેટરો અને ફિલ્મસ્ટારો તેનો પ્રચાર નહી કરી શકે.
તાજેતરમાં જ એક ક્રિકેટરને આવી જ એક ગેમ્સના પ્રચારને લઈને સરકારી એજન્સીઓએ બોલાવ્યો હતો.
આ ગેમ્સ દ્વારા મોાટાપાયા પર મની લોન્ડરિંગ થતું હોવાનું માનવામાં આવે છે. સરકારે આવી જ એક
ગેમિંગ કંપનીને પકડી હતી, જેણે લગભગ ૨,૮૦૦ કરોડ રુપિયાનુ મની લોન્ડરિંગ કર્યુ હતું.ઓનસાઇન
મની ગેમ્સની સર્વિસ આપનારને ત્રણ વર્ષની જેલ કે એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે
તેની જાહેરાત કરનારને બે વર્ષ સુધીની કેદ અને ૫૦ લાખ સુધીના દંડની સજા થશે.