ટોલ ટેક્સ મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જે હાઈવે પર ખાડા હોય અને જે હાઈવે
પર લાંબા સમયથી સુધી ટ્રાફિકજામ હોય તો વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ ના વસૂલી શકાય! કેરળના
ત્રિશૂર જિલ્લાના પલિયેક્કારા પ્લાઝા પર ટોલ ટેક્સ રોકી દેવાના કેરળ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે
માન્ય રાખ્યો છે.કેરલ હાઈકોર્ટમાં ગત 6 ઓગસ્ટે એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જેમાં કોર્ટે
નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) અને કન્સેશનિયરની વિરૂદ્ધમાં ચુકાદો આપ્યો હતો.
આ ચુકાદાને માન્ય રાખતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘નાગરિકોને તે માર્ગ પર ચાલવાની આઝાદી હોવી જોઈએ
જેના માટે તેમણે પહેલા જ ટેક્સ ચૂકવી દીધો હોય! એટલું જ નહીં પરંતુ નાળાઓ અને ખાડાઓ વાળા
રસ્તાઓ પર ચાલવા માટે લોકોને ટેક્સ આપવાની જરૂર નથી’.ફરિયાદકર્તાએ એવો દાવો કર્યો હતો.
ટ્રાફિક જામ માત્ર એટલા વિસ્તારમાં જ હતું જ્યાં અત્યારે અંડરપાસનું નિર્માણ કાર્યચાલી રહ્યું છે. જો કે,
સુપ્રીમ કોર્ટે આ દાવાના ફગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, જો 65 કિમીના હાઈવે પર માત્ર 5
કિમી ચાલવામાં પણ વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે તો તેના કારણે કલાકો સુધી
ટ્રાફિકજામ થાય છે.