કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ના નેતા સૌરભ ભારદ્વાજના નિવાસસ્થાન પર
દરોડા (ED rain on AAP leader Saurabh Bhardwaj) પાડ્યા છે. દિલ્હીની AAP
સરકારમાં તેમના આરોગ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન હોસ્પિટલોના બાંધકામ માટે થયેલા
કથિત કૌભાંડની તપાસ માટે આ દરોડા પાડવામાં આવ્યા છે. અહેવાલ મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની
ટીમોએ દિલ્હીમાં 12થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે.અહેવાલ મુજબ વર્ષ 2018-19માં AAPની દિલ્હી
સરકારે 24 હોસ્પિટલના બાંધકામ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી, જેના માટે લગભગ રૂ.5,590 કરોડ
મંજુર કરવામાં આવ્યા હતાં. પરંતુ આરોપ છે કે હોસ્પિટલનું બાંધકામ સમયસર પૂર્ણ થયું નહી, અને
બાંધકામનો ખર્ચ ખુબ જ વધી ગયો. આ પ્રોજેક્ટમાં મોટા પાયે ગોટાળા થયા હોવાની શંકા છે.
વર્ષ 2024 ના રોજ તત્કાલીન વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ એન્ટી કરપ્શન બ્યુરો(ACB) ને લેખિત
ફરિયાદ કરી હતી કે હોસ્પિટલના બાંધકામમાં સરકારી ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ
ફરિયાદમાં સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન પર આરોપ લાગવવામાં આવ્યા હતાં.
આરોપ મુજબ ICU હોસ્પિટલનું બાંધકામ છ મહિનામાં પૂરું કરવાનું હતું, પરંતુ ત્રણ વર્ષ પછી પણ
બાંધકામ પૂરું થઇ શક્યું નહીં. 800 કરોડ રૂપિયા ખર્ચવા છતાં, માત્ર અડધું જ કામ પૂર્ણ થયું. LNJP
હોસ્પિટલનો ખર્ચ 488 કરોડ રૂપિયાથી વધીને 1,135 કરોડ રૂપિયા થયો હતો, છતાં બાંધકામ અધૂરું રહ્યું.