સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ)એ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ની
બોર્ડ પરીક્ષાઓ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.બોર્ડે શાળાઓને વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવા
નિર્દેશ આપ્યા છે.
આ સાથે, વિદ્યાર્થીઓની સુવિધા માટે એક નવી સિસ્ટમની જાહેરાત કરવામાં આવી છે, જેના દ્વારા
માર્કશીટ અને સર્ટિફિકેટમાં ભૂલો સરળતાથી સુધારી શકાશે. આ પગલુ વિદ્યાર્થીઓ અને શાળાઓ માટે
રાહતદાયક સાબિત થશે.