ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમની કંપની જીયોના આઈપીઓની જાહેરાત કરી રોકાણકારોને સરપ્રાઈઝ આપી છે. જોકે આ આઈપીઓ 2026ની પહેલા છ માસિકમાં આવશે. રિલાયન્સની એજીએમમાં આ જાહેરાત કરવામાં આવી.તે પહેલા જીયો સંભાળતા આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે જીયો ગ્રાહકોની સંખ્યા 50 કરોડના ફીગરને પાર કરી ગઈ છે. તેણે એમ પણ જણાવ્યું કે જીયો થોડા સમયમાં જ ઈન્ટરનેશનલ ઑપરેશન્સ શરૂ કરશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 48મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને સંબોધન આપતી વખતે કંપનીના CMD મુકેશ અંબાણીએ આ જાહેરાત કરી હતી. મુકેશ અંબાણીએ પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે જીયો તેના આઈપીઓ માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીનું લક્ષ્ય 2026 ના પહેલા ભાગ સુધીમાં જિયોને લિસ્ટ કરવાનું છે. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બધા રોકાણકારો માટે આ એક સારી તક સાબિત થશે.રિલાયન્સ જિયોએ કંપનીના ગ્રાહકોની સંખ્યા 50 કરોડ કરતા પણ વદારે છે. તેમણે જીયોએ લોકોને જે સુવિધાઓ આપી છે.તેમા વોઇસ કોલ મફત બનાવવા, ડિજિટલ પેમેન્ટ્સ, આધાર, UPI, જન ધન જેવા ડિજિટલ પ્લેટફોર્મને જીવંત કરી દીધા અને સ્ટાર્ટ અપ્સ માટેની એક ઈકો સિસ્ટમ તૈયાર કરી છે. જોકે લોકોને હવે જીયોના આઈપીઓની પ્રતીક્ષા રહેશે તે નક્કી છે.