પંજાબના લુધિયાણામાં સતલજ નદીના વધતા જળસ્તરને કારણે પૂરનો ભય વધુ ગંભીર બન્યો છે.
સસરાલી ગામ નજીક બાંધવામાં આવેલા બંધ છેલ્લા 48 કલાકથી સતત ધોવાણ થઈ રહ્યું છે. શુક્રવાર
સુધીમાં બંધ પર 16 ફૂટનું ધોવાણ નોંધાયું હતું. જેના કારણે ખેડૂતોના ટ્યુબવેલ ધોવાઈ ગયા હતા અને
પાણી રિંગ ડેમ સુધી પહોંચી ગયું હતું. આ નવો રિંગ ડેમ મુખ્ય બંધથી 700 મીટરના અંતરે બનાવવામાં
આવ્યો હતો, પરંતુ હવે તે જોખમમાં છે. હાલ સેના અને NDRFની ટીમ સ્થળ પર તહેનાત કરવામાં
આવી છે. વહીવટીતંત્રે ધોવાણ અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ થઈ શક્યું નહીં. અધિકારીઓના
મતે, જો પાણી અહીંથી આગળ વધે તો લુધિયાણાના 15 ગામોમાં પૂર આવી શકે છે.
અહેવાલો અનુસાર, રાહોં રોડ, ટિબ્બા રોડ, તાજપુર રોડ, નૂરવાલા રોડ અને સમરાલા ચોક જેવા શહેરી
વિસ્તારોમાં પાણી પહોંચવાની શક્યતા છે. સહનેવાલના ધનસુ વિસ્તારમાં પણ પાણી ભરાઈ શકે છે,
જેનાથી લગભગ 50 હજાર લોકો પ્રભાવિત થશે.