એકાદ અઠવાડિયા પહેલા અમુક મોબાઈલ યુઝર્સના નેટવર્ક પર ટિકટોક એપ ખુલી હોવાના અહેવાલો
હતા અને ત્યારથી જ સરકારે પ્રતિબંધ લગાવેલા આ એપ ફરી શરૂ થવાના અહેવાલો રોજ આવ્યા કરે છે.
કોઈ ટેકનિકલ ગ્લિચને લીધે ગણતરીના મોબાઈલમાં જોવા મળેલી આ એપ મામલે સરકાર સ્પષ્ટતા
કરતી રહી છે ત્યારે ખુદ આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે ફરી સ્પષ્ટતા કરી છે કે TikTok એપ પરનો
પ્રતિબંધ હટાવવાનો કોઈ ઈરાદો સરકારનો નથી.
કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે ભારતમાં TikTok ફરી થવા અંગે કહ્યું હતું કે કોઈપણ અફવાઓનો ભોગ
બનશો નહીં, શોર્ટ વીડિયો એપ ટિકટોક ફરીથી શરૂ કરવા પર કોઈ વિચાર કર્યો નથી.
અહેવાલોમાં જણાવાયું છે કે પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે સરકારમાં આ પ્રતિબંધ હટાવવા માટે કોઈ ચર્ચા થઈ
નથી. મની કંટ્રોલ સાથેની એક મુલાકાતમાં, જ્યારે તેમને ભારતમાં TikTok ના પાછા ફરવા વિશે
પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.ભારતમાં અચાનક TikTok એપ અમુક
યુઝર્સને દેખાતા લોકોને લાગ્યું હતું કે સરકારે પ્રતિબંધ હટાવી લીધો છે અને હવે ફરી ટીકટોક ભારતમાં
જોઈ શકાશે. જોકે તે સમયે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ટેકનિકલ ખામીને લીધે આમ બન્યું
હતું.કોરોનાકાળ દરમિયાન વર્ષ 2020ના જૂન મહિનામાં નેશનલ સિક્યોરિટી અને ડેટા પ્રાઈવસીને
ધ્યાનમાં લઈ સરકારે 59 જેટલી ચાઈનીઝ સાઈટ અથવા એપ બંધ કરી હતી, જેમાં ટિકટોક પણ હતી.
ટિકટોક ખૂબ જ પોપ્યુલર હોવાથી તેની ચર્ચા વધારે થઈ હતી.






