ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાશે. NDA તરફથી સી. પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ
તરફથી બી. સુદર્શન રેડ્ડી મેદાનમાં છે. આજની ચૂંટણીમાં બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિ એમ
બે પક્ષોએ મતદાન ન કરવાની જાહેરાત કરી છે. આ સિવાય શિરોમણી અકાલી દળ તરફથી પણ
ચૂંટણીમાં સામેલ ન થવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ચૂંટણી હવે રસપ્રદ બની ગઈ છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલા મતદાન
કર્યું હતું.
આજે મંગળવારે 15મા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. સંસદમાં સવારે 10 થી સાંજે 5
વાગ્યા સુધી મતદાન થશે. PM મોદીએ સૌ પ્રથમ પહેલો મત આપીને મતદાન કર્યુ છે. NDA એ 68
વર્ષીય સીપી રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ભારતે 79 વર્ષીય બી સુદર્શન રેડ્ડીને નોમિનેટ
કર્યા છે. કુલ 781 સાંસદો સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી સંસદમાં મતદાન કરશે. મતગણતરી સાંજે
6 વાગ્યે શરૂ થશે. આ પછી પરિણામો જાહેર કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા
માટે પીએમ નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા હતા અને પહેલો મત આપ્યો હતો.
એનડીએ ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દિલ્હીના લોધી રોડ પર આવેલા શ્રી
રામ મંદિરમાં પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘મતદાન થવાનું છે. આ ભારતીય
રાષ્ટ્રવાદ માટે એક મોટી જીત હશે. અમે બધાં એક છીએ અને એક રહીશું. અમે ભારતને વિકસિત ભારત
બનાવવા માંગીએ છીએ.’ I.N.D.I ગઠબંધનના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ કહ્યું કે મને ખબર નથી કે
ક્રોસ વોટિંગ શું છે. અંતરાત્માના અવાજ સાંભળીને મતદાન કરવું જોઈએ.પંજાબના ફરીદકોટથી અપક્ષ
સાંસદ સરબજીત સિંહ ખાલસા અને ખડૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી 2025નો
બહિષ્કાર કર્યો છે.
NDAના સાંસદો માટે આજે સાંજે ડિનરનું આયોજન
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીતની ઉજવણી માટે આજે સાંજે NDA સાંસદો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિનર કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના નિવાસસ્થાને યોજાશે.