Wednesday, September 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રશિયા-યુક્રેન યુદ્ધમાં પોલૅન્ડે ઝંપલાવ્યું, પોતાની એરસ્પેસમાં ઘુસેલા રશિયાના ડ્રોન તોડી પાડ્યા

પોલેન્ડે નાટો દેશો સાથે મળીને તેના F-16 ફાઇટર પ્લેનને સરહદે તહેનાત કર્યા,ચાર એરપોર્ટ તાત્કાલિક ધોરણે બંધ કર્યા

dharmendravaghela by dharmendravaghela
2025-09-10 11:39:21
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ શાંતિ મંત્રણા વચ્ચે વધારે પડકારજનક બનતું જઈ રહ્યું છે ત્યારે વધુ એક દેશે આ યુદ્ધમાં ઝંપલાવ્યું હોય તેવું પ્રતીત થાય છે. મધ્ય યુરોપિયન દેશ પોલેન્ડે પોતાના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી આવેલા અનેક રશિયન ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો છે.બુધવારે સવારે પોલેન્ડે નાટો દેશો સાથે મળીને તેના F-16 ફાઇટર પ્લેનને સરહદે તહેનાત કર્યા અને રાજધાની વોર્સોમાં તેના મુખ્ય એરપોર્ટ સહિત કુલ ચાર એરપોર્ટ પણ તાત્કાલિક ધોરણે બંધ કરી દીધા હતા. યુક્રેનના પશ્ચિમમાં સ્થિત આ દેશે આ પગલું ત્યારે ભર્યું છે જ્યારે રશિયા સાથે યુદ્ધ લડી રહેલા યુક્રેનિયન એરફોર્સે પોલેન્ડને ચેતવણી આપી હતી કે રશિયન ડ્રોન હવે યુક્રેનની સરહદ પાર કરીને પોલેન્ડમાં પ્રવેશ કરશે. વારંવાર એરસ્પેસનું ઉલ્લંઘન કરાયાનો આરોપ
આ માહિતી બાદ પોલેન્ડની એરફોર્સે ઉતાવળમાં તેના ફાઇટર પ્લેન તહેનાત કર્યા. પોલેન્ડની એરફોર્સે કહ્યું છે કે અમારા હવાઈ ક્ષેત્રનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. ત્યારપછી આ પગલું લેવામાં આવ્યું છે. પોલેન્ડની આ કાર્યવાહી બાદથી ક્ષેત્રમાં તણાવ વધ્યો છે. પોલેન્ડના ઓપરેશનલ કમાન્ડે કહ્યું કે, “પોલિશ અને નાટો સાથીઓના ફાઇટર પ્લેન અમારા હવાઈ ક્ષેત્રમાં ઉડી રહ્યા છે, જ્યારે ગ્રાઉન્ડ એર ડિફેન્સ અને રડાર રિકોનિસન્સ સિસ્ટમને હાઈ એલર્ટ મોડ પર રખાઈ છે. અહેવાલ મુજબ, યુક્રેનિયન એરફોર્સે શરૂઆતમાં કહ્યું હતું કે રશિયન ડ્રોન પોલેન્ડના ક્ષેત્રમાં પ્રવેશ્યા છે, જે ઝામોસ્ક શહેર માટે જોખમી સાબિત થઈ શકે છે. યુક્રેનિયન મીડિયાએ પણ અહેવાલ આપ્યો હતો કે એક ડ્રોન પશ્ચિમી પોલેન્ડના શહેર રઝેઝોવ તરફ જઈ રહ્યું હતું.

Tags: poland destroyed russian drones
Previous Post

નવરાત્રી મહોત્સવમાં હિન્દુ સંસ્કૃતિના રક્ષણ મામલે ભાવનગરમાં રાષ્ટ્રીય હિન્દુ પરિવાર દ્વારા આવેદન

Next Post

ભારત પ્રત્યે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ નરમ પડ્યા, અવરોધો દૂર કરવા મોદી સાથે વાત કરશે

dharmendravaghela

dharmendravaghela

Related News

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત
આંતરરાષ્ટ્રીય

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત

September 10, 2025
ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન
તાજા સમાચાર

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન

September 10, 2025
નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ
આંતરરાષ્ટ્રીય

નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ

September 10, 2025
Next Post
ભારત પ્રત્યે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ નરમ પડ્યા, અવરોધો દૂર કરવા મોદી સાથે વાત કરશે

ભારત પ્રત્યે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ નરમ પડ્યા, અવરોધો દૂર કરવા મોદી સાથે વાત કરશે

’10 દિવસમાં નાગરિકતા સાબિત કરો નહીંતર હકાલપટ્ટી કરાશે

'10 દિવસમાં નાગરિકતા સાબિત કરો નહીંતર હકાલપટ્ટી કરાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.