તહેવારના સમયે રેલવે દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના કચ્છ, અમદાવાદ, ભાવનગર સહિત ગુજરાતથી પશ્ચિમ બંગાળ અને દિલ્હી જવા માટે ટ્રેન સેવામાં વધારો થયો છે.આગામી તહેવારોના સમયગાળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ અને સિયાલદહ તેમજ ભાવનગર-દિલ્હી વચ્ચે પૂજા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી ગુજરાતથી પશ્ચિમ બંગાળ ને દિલ્હી જવા માટે સરળતા મળશે.