છેલ્લા 11 વર્ષથી ભારતના વડા પ્રધાનનું પદ શોભાવનાર ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. 17 સપ્ટેમ્બર 1950ના રોજ જન્મેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી શરૂઆતથી જ ટેક્નોસેવી રહ્યા છે. તેમને આજે શુભેચ્છાઓ મળી રહી છે.
ગુજરાતમાં પોતાના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલી ઈ-ગ્રામ યોજના તેનું ઉદાહરણ છે. તેમણે બદલાતી ટેક્નોલોજી સાથે પોતાની જાતને અપડેટ કરી છે. જેથી આજે પણ તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે.PM નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પર કેટલા ફોલોઅર્સ
આજના સમયમાં પોતાના વિચારોને સામાન્ય જનતા સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા એક સારું માધ્યમ છે. તેથી નેતાઓ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા લાગ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આવા નેતાઓ પૈકીના એક છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક આગવો ચાહક વર્ગ છે. જે તેમને જુદાજુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરે છે. નરેન્દ્ર મોદી ઇન્સ્ટાગ્રામ પર narendramodi નામનું આઈડી ધરાવે છે.તેઓને ઇન્સ્ટાગ્રામ પર 97.2 મિલિયન લોકો ફોલો કરે છે. ઇનસ્ટાગ્રામ સિવાય એક્સની વાત કરીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી 109 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. તેઓ ફેસબુક પર 51 મિલિયન ફોલોઅર્સ તથા યુટ્યુબ પર 29 મિલિયન સબ્સક્રાઇબર ધરાવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જન્મદિવસની શુભેચ્છા પાઠવી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મ દિવસ છે.આજે તેમના જન્મ દિવસ નિમિત્તે સૌથી પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરીને તેમને શુભેચ્છાઓ આપી હતી.વડાપ્રધાન મોદીએ આ અંગે એેક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી. ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે જે વિવાદ ચાલી રહ્યો છે, તેનો અંત આવી શકે તેવું લાગી રહ્યું છે.જન્મ દિવસની શુભેચ્છાઓ આપ્યાં બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તેમાં લખ્યું કે, હમણાં જ મારા મિત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર ખૂજ સારી વાત થઈ. મે તેમને જન્મ દિવસની ખૂબ સારી શુભેચ્છાઓ આપી હતી.તેઓ ખૂબ જ સારૂ કામ કરી રહ્યાં છે. તેઓ રશિયા અને યુક્રેન યુદ્ધને પૂર્ણ કરવા માટે પોતાનું સમર્થન આપ્યું તે માટે તેમનો આભાર’