અમેરિકા સાથે ટ્રેડ ડીલ પાર પડવાના આશાવાદ વચ્ચે આવેલી સાર્વત્રિક લેવાલી વચ્ચે એકમાત્ર એફએમસીજી સેકટરના સેરોમાં નરમાઇ જોવા મળી હતી. એ સિવાય બધા સેકટરલ ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો.સર્વિસીસ ટેલિકોમ્યુનિકેશન અને ઓટોમાં ઝડપી ઉછાળા સાથે એક્સચેન્જના માર્કેટ કેપમાં રૂ. 2.82 લાખ કરોડની વૃદ્ધિ જોવા મળી હતી.સેન્સેક્સની 28 સ્ક્રિપ્સ વધી હતી,
જ્યારે 2 સ્ક્રિપ્સ ઘટી હતી. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ મિડકેપ 0.62 ટકા અને બીએસઈ સ્મોલકેપ 0.66 ટકા વધ્યો હતો. સ્ટ્રેટેજી ઈન્ડાયસીસમાં બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ 0.79 ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ 0.72 ટકા વધ્યો હતો.મંગળવારે સેન્સેક્સ ગત સોમવારના 81,785.74ના બંધથી 594.95 પોઈન્ટ્સ (0.73 ટકા) વધ્યો હતો. સેન્સેક્સ 81,852.11 ખૂલીને નીચામાં 81,779.94 સુધી અને ઊંચામાં 82,443.48 સુધી જઈને અંતે 82,380.69 પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો.





