રશિયાના કામચટકા ટાપુ પર ફરી એકવાર જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અમેરિકન
વિજ્ઞાનીઓના સરવે અનુસાર આ ભૂકંપની તીવ્રતા 7.8 નોંધાઈ હતી જે ઘાતક શ્રેણીમાં આવે છે. ભૂકંપનું
કેન્દ્ર જમીનથી લગભગ 10 કિ.મી. ઊંડે હતું. કામચટકા ક્ષેત્રના ગવર્નર વ્લાદિમીર સોલોદોવે ટેલીગ્રામ
પર એક જાણકારી આપતાં કહ્યું કે પૂર્વ કિનારે સુનામીના ખતરાને જોતાં ચેતવણી જાહેર કરી દેવામાં
આવી છે. સ્થાનિકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. જોકે અત્યાર સુધી કોઈ મોટી જાનહાનિના
અહેવાલ સામે આવ્યા નથી.