રશિયા સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. યૂક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એક્સિયોસ વેબસાઈટ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ યુદ્ધ સમાપ્ત થયા પછી રાષ્ટ્રપતિ પદ છોડવા માટે તૈયાર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમનો ધ્યેય યુદ્ધનો અંત લાવવાનો છે, નહીં કે સત્તામાં રહેવાનો. યુક્રેનિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમનો શાંતિકાળમાં દેશનું નેતૃત્વ કરવાનો કોઈ ઇરાદો નથી. ઝેલેન્સકીએ એમ પણ કહ્યું કે જો રશિયા સાથે યુદ્ધવિરામ થાય છે, તો તેઓ યુક્રેનિયન સંસદને ચૂંટણી કરાવવા માટે કહેશે.
ઝેલેન્સકીએ એમ પણ કહ્યું હતું કે તેઓ યુક્રેનમાં શાંતિ સ્થાપિત કરવાના તમામ પ્રયાસો ચાલુ રાખશે. તેમનું માનવું છે કે દેશમાં યુદ્ધનો અંત ફક્ત રાજકીય રીતે જ નહીં પરંતુ લોકોની સ્વતંત્રતા અને ભવિષ્ય માટે પણ એક નિર્ણાયક પગલું હશે.રશિયા ઝેલેન્સકીને ગેરકાયદેસર રાષ્ટ્રપતિ માને છેમોસ્કોએ વારંવાર ઝેલેન્સકીને ગેરકાયદેસર રાષ્ટ્રપતિ ગણાવ્યા છે કારણ કે તેમનો રાષ્ટ્રપતિ કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. જો કે, રશિયન આક્રમણ પછી લાદવામાં આવેલા માર્શલ લોને કારણે યુક્રેન ચૂંટણીઓ યોજી શકતું નથી. યુક્રેનની સંસદ, વર્ખોવના રાડાએ ફેબ્રુઆરીમાં ઝેલેન્સકીનો કાર્યકાળ માર્શલ લોના અંત સુધી લંબાવવાનો ઠરાવ પસાર કર્યો હતો. અગાઉ, ઝેલેન્સકીએ એક ચોંકાવનારો દાવો કર્યો હતો, જેમાં કહ્યું હતું કે ભારત મોટે ભાગે યુક્રેનના પક્ષમાં છે અને કોઈપણ રીતે યુદ્ધને પ્રોત્સાહન આપતું નથી. ઝેલેન્સકીએ કહ્યું હતું કે ઊર્જા ક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓ છે, પરંતુ તેનું નિરાકરણ લાવી શકાય છે. તેમણે કહ્યું હતું કે, “આપણી પાસે ઊર્જા સમસ્યાઓ છે, પરંતુ તેનું નિરાકરણ લાવી શકાય છે. ભારત આપણી સાથે ઉભું છે, અને યુરોપે પણ ભારત સાથે મજબૂત સંબંધો બનાવવા જોઈએ.”