Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

ગુજરાતનાં મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ દિલ્હીમા

dharmendravaghela by dharmendravaghela
2025-10-14 12:11:17
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. હાઈકમાન્ડનું તેડું આવતાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી રત્નાકર તાત્કાલિક દિલ્હી પહોંચ્યા છે. આ અચાનક દિલ્હી મુલાકાતને પગલે ફરી એકવાર રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં મોટા ફેરફારોની રાજકીય અટકળોએ જોર પકડ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ત્રણેય નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્ત્વની મુલાકાત કરશે. મુખ્યમંત્રીની છેલ્લા દોઢ મહિનામાં આ બીજી દિલ્હી મુલાકાત છે. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની નિમણૂંક બાદ તેમની આ પ્રથમ દિલ્હી મુલાકાત છે, જે ઘણી સૂચક માનવામાં આવી રહી છે.આ બેઠકમાં મંત્રીમંડળના વિસ્તરણની અટકળો પર મહોર લાગી શકે છે, તેમજ પાલિકાની ચૂંટણીઓ નજીક આવતાં પ્રદેશ ભાજપના સંગઠનના માળખાને વ્યૂહાત્મક રીતે સજ્જ કરવા અંગે મહત્ત્વની ચર્ચા થશે.
પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ જગદીશ પંચાલે નવી ટીમ બનાવવાની દિશામાં કવાયત આરંભી છે. દિલ્હીમાં પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી રત્નાકરની હાજરી જોતાં સ્પષ્ટ થાય છે કે આ મુલાકાત વહીવટી મુદ્દાઓને લઈને નથી, પરંતુ સંગઠનાત્મક ફેરફારો પર કેન્દ્રિત છે. સામાજિક અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને પ્રદેશ માળખાને નવો ઓપ આપવામાં આવશે. જેમાં માત્ર યુવાઓને જ નહીં, પરંતુ અનુભવી જૂના જોગીઓને પણ સમાવી સંગઠનને મજબૂત અને વ્યૂહાત્મક બનાવવાનો લક્ષ્ય રખાયો છે. આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂની થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે. દરમિયાન, મંત્રીમંડળના વિસ્તરણની અટકળોએ વેગ પકડતાં ઘણાં વર્તમાન મંત્રીઓને હકાલપટ્ટીનો ડર પેઠો છે. એવું જાણવા મળ્યું છે કે, ઘણાં મંત્રીઓની ઓફિસમાં મોડી રાત સુધી કામકાજ ચાલી રહ્યું છે અને બાકી ફાઈલોનો ઝડપી નિકાલ કરવાનું શરૂ કરાયું છે. સ્વર્ણિમ સંકુલ-1 અને સ્વર્ણિમ-2માં કેટલાંક મંત્રીઓના પટાવાળા અને પીએ-સ્ટાફ પણ ફાઈલો લઈને દોડાદોડ કરતાં નજરે પડ્યાં હતાં. પીએ અને સ્ટાફમાં પણ ગભરાટ જોવા મળી રહ્યો છે કે મંત્રીની સાથે તેમની પણ વિદાય નિશ્ચિત થઈ શકે છે.

 

Tags: bhupendra patel & jagdish panchalbjpdelhi visit
Previous Post

Revamping Your Crypto Journey with Jupiter Swap

Next Post

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

Кракен: безопасные онион-ссылки и доступ 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.