પંજાબના અમૃતસરથી બિહારના સહરસા જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં આજે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ટ્રેનના એક કોચમાં આગ લાગતા લોકોમાં નાસભાગ મચી હતી. તેમજ અનેક મુસાફરો ટ્રેનમાંથી કુદીને ભાગ્યા હતા. આ અંગે મળતી માહિતી મુજબ પંજાબના સરહિંદ રેલ્વે સ્ટેશન પર ટ્રેન નંબર 12204 અમૃતસર-સહરસા ગરીબ રથ એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ સવારે 7:30 વાગ્યાની આસપાસ અમૃતસર-સહરસા ગરીબ રથ એક્સપ્રેસ સરહિંદ રેલ્વે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી. ત્યારે એક કોચમાં અચાનક આગ લાગી હતી. જોકે, ટ્રેનના એક કોચમાં આગ લાગતા મુસાફરોમાં નાસભાગ મચી હતી. તેમજ કેટલાક મુસાફરો ટ્રેનમાંથી કુદી પડ્યા હતા. આ અંગે દુર્ઘટના અંગે માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ મુસાફરોને બીજા કોચમાં શિફ્ટ કર્યા હતા. તેમજ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તેમજ આ દુર્ઘટનામાં કોઈને ઈજા નથી થઈ. તેમજ ટ્રેનને ઝડપથી રવાના પણ કરવામાં આવશે.