Wednesday, November 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ન્યૂયોર્કના મેયરની ચૂંટણીમાં જોહરાન મમદાનીની ઐતિહાસિક જીત

ટ્રમ્પે જો ભારતીય મૂળના મમદાની જીતશે તો ન્યૂયોર્ક શહેરને મળતું ફેડરલ ફંડિંગ ઘટાડવાની આપેલી ધમકી પણ કામ ના આવી

dharmendravaghela by dharmendravaghela
2025-11-05 12:16:41
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના ન્યૂયોર્ક શહેરની મેયરપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર ભારતીય

મૂળના જોહરાન મમદાનીએ ઐતિહાસિક જીત મેળવી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા વિરોધ અને

ટીકાઓ અને ફંડિંગ ઘટાડવાની ધમકી છતાં મમદાનીએ પૂર્વ ગવર્નર અને અપક્ષ ઉમેદવાર એન્ડ્ર્યુ

કુઓમો તથા રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લીવાને હરાવીને અમેરિકાના સૌથી મોટા શહેરનું નેતૃત્વ

પોતાના હાથમાં લઈ લીધું છે. આ સાથે મમદાની ન્યુયોર્કના પ્રથમ ભારતીય અમેરિકન મુસ્લિમ મેયર

બની ગયા છે. જોહરાન મમદાની ભારતીય મૂળના પ્રથમ મુસ્લિમ મેયર બનશે. તેઓ ફિલ્મ મેકર મીરા

નાયરના પુત્ર છે. આ ચૂંટણીમાં તેમને 50%થી વધુ વોટ મળ્યા હતા. જ્યારે ન્યુયોર્કના પૂર્વ ગવર્નર અને

અપક્ષ ઉમેદવાર એન્ડ્રુ કુઓમોને 41% તથા રિપબ્લિકન નેતા કર્ટિસ સ્લિવાને 7.3% જ વોટ મળ્યા હતા.
આ ચૂંટણીને ડોનાલ્ડ ટ્રમ્પ પછીના યુગની પ્રથમ મોટી રાજકીય પરીક્ષા માનવામાં આવી રહી હતી.

ન્યૂયોર્કના ચૂંટણી બોર્ડના જણાવ્યા અનુસાર, આ વખતે 20 લાખથી વધુ મતદારોએ મતદાન કર્યું હતું, જે

1969 પછીની મેયરપદની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન છે. આ રેકોર્ડબ્રેક મતદાનને કારણે એન્ડ્ર્યુ

કુઓમોનો ખેમો ચિંતિત હતો. 34 વર્ષીય જોહરાન મમદાનીએ આર્થિક અસમાનતાને દૂર કરવા માટે

ક્રાંતિકારી ફેરફારોની હિમાયત કરી છે. તેમના પ્રેરણાદાયક દ્રષ્ટિકોણ અને નીડર એજન્ડાએ ન્યૂયોર્કના

હજારો યુવા સમર્થકોને તેમની તરફેણમાં કર્યા છે. મમદાનીના અચાનક ઉભારે શહેરના ધનિક વર્ગને

ચોંકાવી દીધો છે. મમદાનીને તેમની ચૂંટણી ઝુંબેશમાં અમેરિકાના પ્રગતિશીલ રાજકારણના મોટા

ચહેરાઓ જેવા કે સેનેટર બર્ની સેન્ડર્સ અને પ્રતિનિધિ એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝનું પણ સમર્થન

મળ્યું હતું. આ જીત સાથે, જોહરાન મમદાની ન્યૂયોર્કમાં ડેમોક્રેટ્સના નવા અને ઉભરતા સ્ટાર તરીકે

સ્થાપિત થયા છે, જે અમેરિકન રાજકારણમાં સંભવિત મોટા ફેરફારોના સંકેત આપી રહ્યા છે. ઉલ્લેખનીય

છે કે, ટ્રમ્પે મમદાનીને વારંવાર “કોમ્યુનિસ્ટ” અને “કટ્ટર સમાજવાદી” ગણાવ્યા હતા, જ્યારે મમદાની

પોતાને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ તરીકે ઓળખાવે છે. ટ્રમ્પે ધમકી આપી હતી કે જો મમદાની જીતશે તો

તેઓ અમેરિકન પ્રમુખ તરીકે ન્યૂયોર્ક શહેરને મળતું ફેડરલ ફંડિંગ (કેન્દ્રીય ભંડોળ) ઘટાડી નાખશે, કારણ કે

તેમના મતે મમદાની શહેરને વિનાશ તરફ લઈ જશે.

બરાક ઓબામાએ અભિનંદન પાઠવ્યા:
ડેમોક્રેટિક પાર્ટીની આ મહત્વની જીત અંગે યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું, “આજે

રાત્રે જીતેલા તમામ ડેમોક્રેટિક ઉમેદવારોને અભિનંદન. આ જીત યાદ અપાવે છે કે જ્યારે આપણે

મજબૂત, ભવિષ્યવાદી નેતાઓને આગળ કરીએ છીએ ત્યારે આપણે જીતી શકીએ છીએ. આપણે હજુ ઘણું

કામ કરવાનું બાકી છે, પરંતુ ભવિષ્ય થોડું ઉજ્જવળ દેખાય છે.”

ટ્રમ્પના યુગની અંતની શરૂઆત
ન્યુયોર્કમાં ઝોહરાનની જીત ઉપરાંત વર્જિનિયા અને ન્યુ જર્સી રાજ્યોના ગવર્નરની ચૂંટણીમાં પણ

ડેમોક્રેટિક પાર્ટીની મોટી જીત થઇ છે, આ ત્રણેય જીતને ટ્રમ્પના યુગની અંતની શરૂઆત માનવામાં આવે

છે.

Previous Post

ઇન્ડિગો એરલાઈન્સને 2,582 કરોડનું નુકસાન

Next Post

અમદાવાદની જેમ અમેરિકામાં પ્લેન ક્રેશ, ટેકઓફ થતાં જ નીચે પડ્યું કાર્ગો પ્લેન, 4 લોકોનાં મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ગંગા ન્હાવા જતા 8 શ્રદ્ધાળુઓ કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેન હેઠળ કચડાયા!
તાજા સમાચાર

ગંગા ન્હાવા જતા 8 શ્રદ્ધાળુઓ કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેન હેઠળ કચડાયા!

November 5, 2025
ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કરવાના નિયમને લઈને શૈક્ષિક મહાસંઘનો ઉગ્ર વિરોધ
તાજા સમાચાર

ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કરવાના નિયમને લઈને શૈક્ષિક મહાસંઘનો ઉગ્ર વિરોધ

November 5, 2025
પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટના ભોંયરામાં બ્લાસ્ટ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટના ભોંયરામાં બ્લાસ્ટ

November 5, 2025
Next Post
અમદાવાદની જેમ અમેરિકામાં પ્લેન ક્રેશ, ટેકઓફ થતાં જ નીચે પડ્યું કાર્ગો પ્લેન, 4 લોકોનાં મોત

અમદાવાદની જેમ અમેરિકામાં પ્લેન ક્રેશ, ટેકઓફ થતાં જ નીચે પડ્યું કાર્ગો પ્લેન, 4 લોકોનાં મોત

ખૈબર પખ્તુનખ્વામાં પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા

ખૈબર પખ્તુનખ્વામાં પ્રાચીન મંદિરના અવશેષો મળ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.