બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે,પૂર્વ અનુમાન અને એક્ઝિટ પોલના આંકડાને અનુરૂપ ગણતરીના પ્રારંભમાં એનડીએ ગઠબંધન લિડ કરી રહ્યું છે.શરૂઆતના તબક્કામાં એનડીએમાં ભાજપ કરતા જેડીયુ આગળ રહ્યું છે.
એનડીએ ગઠબંધનમાં પણ રસ્સાકસી દેખાઈ રહી છે. ભાજપ કરતા જેડીયુ આગળ નીકળી જતાં 76 બેઠક પર લીડ મેળવતો દેખાય છે. જ્યારે ભાજપના ખાતામાં 69 બેઠક આવતી દેખાય છે. બીજી બાજુ આરજેડીને 59 બેઠક પર અને કોંગ્રેસને 16 બેઠક પર લીડ મળતી દેખાય છે. જ્યારે વીઆઈપી ફક્ત 3 બેઠક પર લીડ મેળવતી દેખાય છે. હાલના આંકડા અનુસાર એનડીએ 160 તથા મહાગઠબંધન 79 બેઠક પર લીડમાં છે.બિહાર વિધાનસભા ચૂંટણીમાં તમામ 243 બેઠકો તેમજ પંજાબ, ઓડિશા, રાજસ્થાન, ઝારખંડ, તેલંગાણા, મિઝોરમ અને જમ્મુ અને કાશ્મીરની આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. બિહારમાં શરૂઆતના વલણોમાં NDA આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.ભાજપ નેતા ગિરિરાજ સિંહે બિહારમાં NDAની જીતનો દાવો કરતા એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, ‘હવે બંગાળનો વારો છે. આપણે બંગાળ જીતીશું, કારણ કે ત્યાં અરાજકતાની સરકાર છે.’ તેમણે વધુમાં કહ્યું, ‘તેજશ્વી યાદવે ચૂંટણી પંચના પ્રમાણપત્ર વિના 18મી તારીખ પણ નક્કી કરી હતી. તેમને રાંચી અને આગ્રાથી પાછા ફરનાર વ્યક્તિ કહેવાશે.’શરૂઆતના વલણો જાહેર થઇ ગયા છે. 243 બેઠકોમાંથી 215 બેઠકોમાં સૌથી વધુ 71 બેઠક પર ભાજપને લીડ મળતી દેખાઈ રહી છે. જ્યારે આરજેડીના ખાતામાં 60 બેઠક આવતી દેખાય છે. જ્યારે કોંગ્રેસના ખાતામાં 10 અને જેડીયુના ખાતામાં 59 બેઠક આવતી દેખાય છે.




