બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં એનડીએ સતત બીજી વાર બિહારમાં સત્તા મેળવી છે. બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકોમાંથી એનડીએ 202 બેઠક પર જીત મેળવી છે. જયારે ભાજપે 101 બેઠકમાંથી 89 બેઠક પર વિજ્ય મેળવ્યો છે. જેમાં ભાજપે વર્ષ 2020 કરતા વધુ બેઠક મેળવી છે તેમનું તેનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. જયારે ગઠબંધનમાં બીજી પાર્ટી તરીકે જેડીયુએ પણ 85 બેઠક પર જીત હાંસલ કરી છે. તેમજ મહાગઠબંધન માત્ર 35 બેઠક પુરતું સીમિત રહ્યું છે.
ભાજપે વર્ષ 2020માં 110 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા હતા. જેમાં તે 74 બેઠક પર જીતી હતી. જયારે આ વખતે ભાજપે 101 બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા અને 89 બેઠક પર વિજય મેળવ્યો છે. જેમાં ભાજપનો ગત વિધાનસભા ચૂંટણીમાં સ્ટ્રાઈક રેટ 67. 3 ટકા હતો જે આ વખતે વધીને 88.1 ટકા થયો છે.





