રશિયન જાસૂસી જહાજ ‘યાંતર’ બ્રિટિશ જળસીમામાં ઘૂસ્યું અને તેના પર નજર રાખી રહેલા બ્રિટિશ વાયુસેનાના પાઇલટને રોકવા માટે પહેલીવાર લેસર બીમનો ઉપયોગ કર્યો, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. બ્રિટનના સંરક્ષણ મંત્રી જૉન હીલીએ યાંતરના આ ખૂબ જ ખતરનાક પગલાને સરકાર ગંભીરતાથી લઈ રહી હોવાનું જણાવ્યું. આ વર્ષે આ બીજી વખત છે જ્યારે જહાજ સ્કોટલેન્ડની ઉત્તરે UKની જળસીમામાં ઘૂસ્યું હોય. હીલીએ ચેતવણી આપી કે જાસૂસી જહાજોના આ શક્તિશાળી લેસર બીમ પાઇલટોની આંખો ચકાચૌંધ કરીને હવાઈ દુર્ઘટનાનું જોખમ વધારે છે.
હીલીએ જણાવ્યું કે, ‘UK આ જહાજ પર સતત નજર રાખશે અને જો યાંતર પોતાનો માર્ગ ન બદલે, તો UK પાસે મિલિટરી ઑપ્શન તૈયાર છે.’
જૉન હીલીએ રશિયા અને પુતિનને સ્પષ્ટ સંદેશ આપતાં કહ્યું કે, ‘અમે તમને જોઈ રહ્યા છીએ અને તમે શું કરી રહ્યા છો તેની જાણ છે. જો યાંતર આ સપ્તાહે દક્ષિણ તરફ આગળ વધે, તો અમે તૈયાર છીએ.’






