દિલ્હી વિસ્ફોટ કેસની તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે. જે અંતર્ગત હવે ગુજરાત એટીએસે
ગાંધીનગરથી ઝડપેલા ત્રણ આતંકીઓની કસ્ટડી એનઆઈએ એ લીધી છે. આ ત્રણ આતંકી હાલ આઠ
દિવસના રિમાન્ડ પર છે. એનઆઈએ ટ્રાન્સફર વોરંટથી આતંકીઓ કસ્ટડી લીધી છે. આ આતંકીઓની
પાસેથી મળી આવેલા મોબાઈલમાંથી પાકિસ્તાન કનેક્શન પ્રકાશમાં આવ્યું છે. જેમાં 73 સાગરીતો
તેમના સંપર્કમાં હતા.
જયારે એનઆઈએ દ્વારા આ આતંકીઓની પૂછતાછ કરવામાં આવશે. તેમજ દિલ્હી વિસ્ફોટ કેસની ખૂટતી
કડીઓને મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ આ આતંકીઓ ક્યા સંગઠન સાથે સંકળાયેલા છે
તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી બ્લાસ્ટ કેસના આરોપી સાથે શું કનેક્શન હતું તેની પણ
તપાસ કરાશે.
ગુજરાત એટીએસ દ્વારા 9 નવેમ્બરના રોજ ધરપકડ કરાયેલા ત્રણ આંતકીઓ અને અન્ય કેદીઓ વચ્ચે
18 નવેમ્બરના રોજ સાબરમતી જેલમાં વિવાદ થયો હતો. આ વિવાદે મારામારીનું સ્વરુપ ધારણ કરી
લીધું હતું. જેના પગલે પોલીસે આ ઘટનાની તપાસ શરુ કરી છે. જેમાં મળતી માહિતી મુજબ ત્રણ
આતંકી પૈકી એક આતંકીને અન્ય ત્રણ કેદીઓ સાથે બોલાચાલી થઈ હતી. જેની બાદ ઝઘડો થતાં આ
ત્રણ કેદીઓએ એક આતંકીને માર માર્યો હતો. આ દરમિયાન આતંકીને આંખમાં ઇજા પહોંચી છે.





