મધ્ય ઇંગ્લેન્ડના વૉર્સેસ્ટર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રસ્તા પર થયેલા હુમલા દરમિયાન એક 30 વર્ષીય ભારતીય વિદ્યાર્થીને છરી મારવામાં આવી હતી. ગંભીર ઈજાઓને કારણે તેનું બાદમાં હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના વિજય કુમાર શ્યોરાણ તરીકે થઈ છે.વેસ્ટ મર્સિયા પોલીસે આ હુમલાના કોઈપણ સાક્ષીઓને આગળ આવીને માહિતી આપવા અપીલ કરી છે. પોલીસના એક નિવેદન મુજબ, મંગળવારની સવારે લગભગ વૉર્સેસ્ટરના બાર્બોર્ન રોડ પર અધિકારીઓને 30 વર્ષીય એક વ્યક્તિ ગંભીર ઈજાઓ સાથે મળ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તે જ દિવસે બાદમાં તેનું મૃત્યુ થયું હતું.પોલીસે આ કેસમાં હત્યામાં પાંચ લોકોની શંકાના આધારે ધરપકડ કરી છે અને હાલમાં તપાસ ચાલુ હોવાથી તેઓ જામીન પર મુક્ત છે. એક છઠ્ઠા વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેની સામે આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.



