દિલ્હીમાં 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા આતંકી હુમલાના સંબંધમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા મોટા પાયે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ હુમલા સાથે જોડાયેલા આતંકી મોડ્યુલને મૂળમાંથી નાબૂદ કરવા એનઆઇએ એ તપાસનો વ્યાપ અનેક રાજ્યોમાં વધાર્યો છે
એનઆઇએ દ્વારા કાશ્મીર ઘાટીના કાઝીગુંડ સહિત વિવિધ વિસ્તારોમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. દિલ્હી બ્લાસ્ટના આરોપીઓ ડૉ. અદીલ, ડૉ. મુઝફ્ફર અને જસિફ જે વિસ્તારના રહેવાસી છે, ત્યાં આ કાર્યવાહી ચાલી રહી છે. તપાસ દરમિયાન કાઝીગુંડમાં ડૉ. અદીલ અને જાસિર બિલાલના ઘરે, શોપિયાંમાં મૌલવી ઇરફાનના ઘરે, તેમજ પુલવામાના કોઇલમાં ડૉ. મુઝમ્મિલ અને સાંબુરામાં આમિર રશીદના ઘરે તલાશી લેવામાં આવી. અગાઉ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને SIA પણ જૈશના આંતરરાજ્ય ‘વ્હાઈટ કોલર મોડ્યુલ’ના ષડયંત્રની તપાસ કરી ચૂક્યા છે.





