આજે ભારતીય શેર બજારે સપાટ શરૂઆત નોંધાવી હતી. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 12 પોઈન્ટના વધારા સાથે 85,150 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી 27 પોઈન્ટના ઘટાડા સાથે 26,004 પર ખુલ્યો.
સપાટ શરૂઆત બાદ શરૂઆતમાં કારોબારમાં શેર બજારમાં ઘટાડો નોંધાયો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 85,000ની નીચે અને નિફ્ટી 26,000ની નીચે ટ્રેડ કરી રહ્યો હતો. દરમિયાન, યુએસ અમેરિકન ડોલર સામે રૂપિયો ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે. યુએસ ડોલર સામે રૂપિયો 90.13 ની નીચી સપાટીએ પહોંચી ગયો છે.
શરૂઆતના કારોબારમાં FMCG, PSU બેંકો અને ઓટો સેક્ટરના શેરોમાં મોટો ઘટાડો નોંધાયોમ, જ્યારે IT, ફાર્મા અને મેટલ શેરો સ્થિર રહ્યા.
સવારે 10 વાગ્યે સેન્સેક્સ 232.06(0.27%) પોઈન્ટ્સના ઘટાડા સાથે 84,906.21 પર અને નિફ્ટી 87.55 (0.34%)ના ઘટાડા સાથે 25,944.65 પર ટ્રેડ કરી રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગઈ કાલે યુએસ બજારોમાં સતત છઠ્ઠી વખત વધારા સાથે બંધ થયું હતું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજમાં 0.39% અને નાસ્ડેકમાં 0.59%નો વધારો નોંધાયો હતો.
આજે બુધવારે સવારે એશિયન બજારોમાં વધારો નોંધાયો હતો. જાપાનના નિક્કીમાં 0.75% અને દક્ષિણ કોરિયાનો કોસ્પીમાં 0.82%નો વધરો નોંધાયો.





