રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે ભારતની બે દિવસની મુલાકાતે આવવાના છે. તેઓ 23મી ભારત-રશિયા એન્યુઅલ સમિટમાં ભાગ લેશે. આજે ગુરુવારે સાંજે તેઓ દિલ્હી પહોંચશે. રશિયાએ યુક્રેન પર આક્રમણ પછી પુતિનની આ પહેલી મુલાકાત છે. તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે.
દિલ્હી પહોંચ્યા પછી પુતિન તરત જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત ખાનગી ડિનરમાં જોડાશે. પુતિન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે.
પુતિનની આ બે દિવસીય ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને ગાઢ બનાવવા અને વેપાર-ઉર્જા સહયોગ આગળ વધારવા પર ધ્યાન આપવામાં આવશે. રશિયા સાથે વેપાર કરવા બદલ યુએસએ ભારત પર લગાવેલા ભારે ટેરીફ અને અન્ય પ્રતિબંધો અંગે ચર્ચા કરવામ આવશે.
ભારતે રશિયા પાસેથી ફિફ્થ જનરેશન ફાઇટર જેટની બેચ ખરીદવા પ્રક્રિયા શરુ કરી છે. રશિયાના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે ભારત સરગે Su-57 ફાઇટર જેટ ડીલ અંગે ચર્ચા થઇ શકે છે.
S-400 એર ડીફેન્સ સિસ્ટમની ડિલીવરી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ભારતે 2018 માં રશિયા સાથે પાંચ S-400 યુનિટ માટે USD 5 બિલિયનના સોદો કર્યો હતો. ત્રણ સ્ક્વોડ્રન ડિલિવર કરવામાં આવી છે, આવતા વર્ષે વધુ બે સ્ક્વોડ્રન મળે તેવી અપેક્ષા છે.
દિમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે પુતિન અને મોદી 2030 સુધીમાં બંને દેશો વચ્ચેના $68 બિલિયનના દ્વિપક્ષીય વેપારને વધારીને $100 બિલિયન કરવા ચર્ચા કરશે.
પુતિન રશિયા-ઇન્ડિયા બિઝનેસ ફોરમમાં પણ ભાગ લેશે. ભારતમાં રશિયન સરકારની માલિકીની આરટી ટીવી ચેનલના ભારતમાં લોન્ચના સમારોહમાં પણ પુતિન ભાગ લેશે.
યુએસના દબાણને ધ્યાનમાં રાખીને રશિયા પસેથી સસ્તા ક્રૂડ ઓઈલની સપ્લાય ચર્ચાની મુખ્ય મુદ્દો રહેશે.
રશિયા દ્વારા ભારતને પરમાણુ ઊર્જા માટે નાના મોડ્યુલર રિએક્ટરની ઓફર પર પણ સૌની નજર રહેશે.
ભારતીય વર્કર્સની રશિયામાં સરળ પ્રવેશ અંગે કરાર કરવામાં આવી શક છે.
ભારત દ્વાર પ્રસ્તાવિત યુરેશિયન ઇકોનોમિક યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર પણ ચર્ચા કરવામાં આવશે.




