Tuesday, February 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બગસરાના હડાળા ગામ નજીક અકસ્માતમાં ઘટનાં સ્થળે ત્રણ લોકોના મોત

કાર પલટીથી ત્રણ જૂનાગઢ રહેવાસીનું મોત, એક ઈજાગ્રસ્ત. ફાયર ટીમે રેસ્ક્યુ કર્યું, પોલીસ તપાસ ચાલુ. પરિવારમાં આઘાતનો માહોલ

dharmendravaghela by dharmendravaghela
2025-12-17 12:08:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અમરેલી જિલ્લા બગસરા તાલુકાના હડાળા ગામ નજીક આજે વહેલી સવારે એક ફૉર વ્હીલ કાર ઓવર સ્પીડના કારણે કાર ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતાં કાર રોડ ઉપરથી નીચે ઉતરી ખેતરમાં ઝાડ સાથે ધડાકાભેર અથડાતા કારમાં બેઠેલાં ચાર પૈકિવ ત્રણનાં ઘટનાં સ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે એકની હાલત ગંભીર હોય સારવાર માટે દવાખાને ખસેડાયેલ છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, અમરેલી ફાયર ફાયટરની ટીમે ઇમર્જન્સી રેસ્ક્યુ કરી વ્હીકલ સાથે તુરંત ઘટના સ્થળ પર પહોંચી પોતાની સૂઝબુજ તથા આધુનિક સાધનોની મદદથી ચારેય વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી બહાર કાઢેલ હતાં.


આ બનાવમાં મળતી વિગત મુજબ જૂનાગઢ ગામે રહેતાં વિકાસ સવજીભાઈ સાવલિયા, ધોરાજી તાલુકાના જાલણસર ગામે રહેતાં મંથનભાઈ સાવલિયા, ધર્મેશભાઈ સાવલિયા તથા નીરજભાઈ મકવાણા પોતાના હવાલાવાળી ફોર વ્હીક કાર નંબર GJ 11 CL 8531 લઈ આજે વહેલી સવારે અમરેલી જિલ્લા બગસરા તાલુકાના હડાળા ગામથી ત્રણ કિ.મી. દુર ડેરીપીપળીયા ગામના પાટીયા પાસે ઓવર સ્પીડના કારણે કાર ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતાં કાર રોડ ઉપરથી નીચે ઉતરી ખેતરમાં આવેલ એક ઝાડ સાથે ધડાકાભેર અથડાતા કારમાં બેઠેલાં ચાર પૈકી વિકાસ સવજીભાઈ સાવલિયા (ઉં.વ.૩૮) ડ્રાઈવર, મંથન સાવલિયા (ઉં.વ.૨૬) તથા ધર્મેશ સાવલિયા (ઉં.વ.૨૯) સહિત ત્રણનાં ઘટનાં સ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે નીરજભાઈ મકવાણાની હાલત ગંભીર હોય તેમને સારવાર માટે પ્રથમ બગસરા અને વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડાયેલ છે. આ બનાવની જાણ સ્થાનિક લોકોને થતાં લોકોનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં. અને કારમાં ફસાયેલાં લોકોને કારમાંથી બહાર કાઢવાં માટે થઈ અમરેલી ફાયર ફાયટરની ટીમ ટાઠક પોલીસને કરવામાં આવેલ હતી.

આ અકસ્માત એટલો ગંભીર હતો કે, અમરેલી ફાયર ફાયટરની ટીમે ફાયર ઓફિસર એચ.પી સરતેજાની આગેવાની હેઠળ ફાયર ટીમના સાગરભાઇ પુરોહિત, ભગવતસિંહ ગોહિલ, કૃષ્ણભાઈ ઓળકિયા, ઋત્વિક ભાઈ ભીમાણી, ધવલભાઇ ચાવડા, ધર્મેશભાઈ જુવાદરીયા તથા નિલેશભાઈ સાનિયા વિગેરેએ ઇમર્જન્સી રેસ્ક્યુ કરી સાધનો વ્હીકલ સાથે તુરંત ઘટના સ્થળ પર પહોંચી પોતાની સૂઝબુજ તથા આધુનિક સાધનોની મદદથી કારમાં ફસાયેલાં ચારેય વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી મહામહેનતે બહાર કાઢેલ હતાં.
આ બનવાની જાણ થતાં બગસરા પોલીસ પણ ઘટનાં સ્થળે દોડી જઈ અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Tags: accidentbagasarahadala
Previous Post

મૃત્યુનોંધ 16-12-25

Next Post

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત બાદ વાહનમાં આગ લાગતા ત્રણ જીવતા ભુંજાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગર જિલ્લાના બગદાણા પાસે આવેલા ઠળિયા ગામ નજીક અકસ્માત, પતિ પત્નીનું મોત

February 6, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ટ્રમ્પનું MEGA બાદ હવે વિદેશી હસ્તક્ષેપ રોકવા નવું SAVE સૂત્ર

February 6, 2026
Next Post
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત બાદ વાહનમાં આગ લાગતા ત્રણ જીવતા ભુંજાયા

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત બાદ વાહનમાં આગ લાગતા ત્રણ જીવતા ભુંજાયા

અમેરિકામાં હવે ૭ ગરીબ દેશોના નાગરિકો માટે પ્રવેશબંધી ફરમાવાઈ

અમેરિકામાં હવે ૭ ગરીબ દેશોના નાગરિકો માટે પ્રવેશબંધી ફરમાવાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.