Tuesday, January 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાન હુમલો કરશે તો ઈઝરાયેલની વળતો હુમલો કરવા ચેતવણી

dharmendravaghela by dharmendravaghela
2026-01-20 12:17:20
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મધ્ય પૂર્વમાં જીયોપોલિટીકલ તણાવ સતત વધી રહ્યો છે, યુએસ ઈરાન પર લશ્કરી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. એવામાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ ઈરાનને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ઈરાન ઇઝરાયલ પર હુમલો કરશે તો ઇઝરાયલ અગાઉ ક્યારેય ન થયો હોય એટલી તાકાત સાથે હુમલો કરશે.
ઇઝરાયલની સંસદ નેસેટને સંબોધતા નેતન્યાહૂએ કહ્યું કે ઇઝરાયલ સરકાર ઈરાન પર નજર રાખી રહી છે, ઈરાનમાં વિરોધ પ્રદર્શનો બાદ અશાંતિ ફેલાયેલી છે, પ્રદર્શનકારીઓ સામે હિંસક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈરાનનું ભવિષ્ય શું હશે તેની આગાહી કોઈ શકે એમ નથી, પરંતુ ઈરાન પહેલાની સ્થિતિમાં કોઇપણ શરતે પરત નહીં ફરી શકે.
આ દરમિયાન નેતન્યાહૂએ કહ્યું “જો ઈરાન આપણા પર હુમલો કરવાની ભૂલ કરશે, તો અમે એવી તાકાતથી કાર્યવાહી કરીશું જેનો ઈરાને હજુ સુધી અનુભવ ન કર્યો હોય.”
અહેવાલ મુજબ ખામેની વિરોધી પ્રદર્શનોમાં રવિવાર સુધીમાં 5,000થી વધુ લોકો માર્યા ગયા છે., જેમાં લગભગ 500 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ કહ્યું કે દેશમાં સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો દરમિયાન હજારો લોકોની હત્યા માટે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ જવાબદાર છે. ખામેનીએ કહ્યું કે ઈરાન તેની સરહદોની બહાર તણાવ વધારવાનું કામ નહીં કરે, પરંતુ જે લોકો જવાબદાર છે તેમને પરિણામ ભોગવવા પડશે.
નોંધનીય છે કે યુનાઇટેડ સ્ટેટ્સે ઈરાન સામે લશ્કરી કાર્યવાહીની તૈયારીઓ શરુ કરી દીધી છે. યુએસની ન્યુક્લિયર પાવર્ડ યુએસએસ અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને મધ્ય પૂર્વ તરફ મોકલવામાં આવી રહ્યું છે.
યુએસએસ અબ્રાહમ લિંકન કેરિયર દક્ષિણ ચીન સમુદ્રમાં હતું, તેને સિંગાપોર પાર કરીને મલાક્કાના સ્ટ્રેટમાં પ્રવેશ્યું છે અને મધ્ય પૂર્વ તરફ આવી રહ્યું છે. શિપ-ટ્રેકિંગ ડેટા મુજબ અમેરિકન નેવીના યુએસએસ ફ્રેન્ક ઇ. પીટરસન જુનિયર, યુએસએસ માઈકલ મર્ફી અને યુએસએસ સ્પ્રુઅન્સ મલાક્કાના સ્ટ્રેટમાં દેખાયા હતાં.

Tags: israel warns iran
Previous Post

રશિયામાં હિમવર્ષાએ ૩૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો : ૧૩ ફૂટ બરફ પડતા જનજીવન ખોરવાયું

Next Post

અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાથી SC ST એક્ટ હેઠળ ગુનો બનતો નથી : સુપ્રીમ કોર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાથી SC ST એક્ટ હેઠળ ગુનો બનતો નથી : સુપ્રીમ કોર્ટ
તાજા સમાચાર

અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાથી SC ST એક્ટ હેઠળ ગુનો બનતો નથી : સુપ્રીમ કોર્ટ

January 20, 2026
રશિયામાં હિમવર્ષાએ ૩૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો : ૧૩ ફૂટ બરફ પડતા જનજીવન ખોરવાયું
આંતરરાષ્ટ્રીય

રશિયામાં હિમવર્ષાએ ૩૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો : ૧૩ ફૂટ બરફ પડતા જનજીવન ખોરવાયું

January 20, 2026
અમદાવાદના વટવા તળાવના ૪૦૦ જેટલા દબાણો હટાવવામાં હાથ ધરાયું ઓપરેશન ડિમોલિશન
તાજા સમાચાર

અમદાવાદના વટવા તળાવના ૪૦૦ જેટલા દબાણો હટાવવામાં હાથ ધરાયું ઓપરેશન ડિમોલિશન

January 20, 2026
Next Post
અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાથી SC ST એક્ટ હેઠળ ગુનો બનતો નથી : સુપ્રીમ કોર્ટ

અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાથી SC ST એક્ટ હેઠળ ગુનો બનતો નથી : સુપ્રીમ કોર્ટ

ભાવનગરના ગંગાજળીયા તળાવમાંથી રીક્ષાઓના દબાણો દુર કરવામાં આવ્યા

ભાવનગરના ગંગાજળીયા તળાવમાંથી રીક્ષાઓના દબાણો દુર કરવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.