Sunday, March 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટોલ ટેક્સ ભરવાનો બાકી હશે તો આરટીઓ દ્વારા વાહનનું એનઓસી નહીં મળે

નવા નિયમથી ટોલટેક્સ બાકી હશે તો વાહન માલિકને ફિટનેસ સર્ટીફીકેટ મેળવવામાં પડશે મુશ્કેલી

dharmendravaghela by dharmendravaghela
2026-01-21 11:52:59
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ઇલેક્ટ્રોનિક ટોલ વસૂલાતને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ (બીજો સુધારો) નિયમો, 2026 જાહેર કર્યા છે. હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકો માટે આ સુધારામાં અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ટોલ ટેક્સની ચોરી અટકાવવા તથા હાઈવે પરના વ્યવહારને વધુ સરળ બનાવવાના હેતુથી નવા નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારા કર્યા છે. નવા નિયમોની મુખ્ય જોગવાઈ મુજબ હવેથી ટોલ ટેક્સની ચુકવણીને વાહનની આરટીઓ સેવાઓ સાથે સીધી રીતે લિંક કરી દેવામાં આવી છે. જો તમારા વાહનનો ટોલ બાકી હશે, તો વાહનના માલિકને પોતાના વાહન માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવી શકશે નહીં. વાહનનું ફિટનેસ પ્રમાણપત્ર રિન્યૂ કરવામાં અવરોધ આવશે.

નવા નિયમ મુજબ હવે વાહન માલિકે ફોર્મ 28 ભરતી વખતે સ્વયં જાહેર કરવું પડશે કે તેમના વાહન પર કોઈ ટોલ બાકી નથી. નિયમો કડક કરવાની સાથે સરકારે જનતાની સુવિધા માટે ફોર્મ 28 ના કેટલાક વિભાગો ઓનલાઈન પોર્ટલ દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે જારી કરવાની મંજૂરી આપી છે. આનાથી આરટીઓ કચેરીના ધક્કા ઘટશે અને પ્રક્રિયા ઝડપી બનશે. સરકારના આ પગલાથી માત્ર આવકમાં જ વધારો નહીં થાય, પરંતુ હાઈવે પર લાગતા ટ્રાફિક જામની સમસ્યામાં પણ મોટો ઘટાડો થશે. વાહન માલિકોએ હવે હાઈવે પરથી પસાર થતી વખતે તેમના ફાસ્ટેગ અથવા ટોલ એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ રાખવું અનિવાર્ય બનશે.સરકાર ટૂંક સમયમાં દેશના હાઈવે પરથી ભૌતિક ટોલ નાકા હટાવીને “મલ્ટિ-લેન ફ્રી ફ્લો” સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આ સિસ્ટમમાં વાહનોએ ટોલ ભરવા માટે ઉભા રહેવું પડશે નહીં, પરંતુ કેમેરા અને સેન્સર દ્વારા આપમેળે ટોલ કપાઈ જશે. આવી સ્થિતિમાં કોઈ વાહન ચાલક ટોલ ભર્યા વગર છટકી ન જાય તે માટે આ કડક કાયદો બનાવવામાં આવ્યો છે.

Tags: indiarto noc rulestoll tax
Previous Post

Кракен онион 2026: Инструкция, зеркала и вход на маркет

Next Post

અલવિદા અંતરિક્ષ : સુનિતા વિલિયમ્સે નાસામાંથી લીધી નિવૃત્તિ

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકન સૈન્ય મથકો ઉપર ઇરાનના શ્રેણીબદ્ધ હુમલા

March 14, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને બતાવી તેની ખતરનાક મિસાઈલ શહેરની તસવીરો

March 14, 2026
નેપાળમાં જેલ તોડી ભાગેલા કેદીઓ પર સૈન્યનો ગોળીબાર, 2ના મોત
તાજા સમાચાર

હરિયાણાના અંબાલામાં બે કિલો આરડીએક્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ

March 14, 2026
Next Post
અલવિદા અંતરિક્ષ : સુનિતા વિલિયમ્સે નાસામાંથી લીધી નિવૃત્તિ

અલવિદા અંતરિક્ષ : સુનિતા વિલિયમ્સે નાસામાંથી લીધી નિવૃત્તિ

અમેરિકાથી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી : પરત ફરવું પડ્યું

અમેરિકાથી દાવોસ જઈ રહેલા ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ ખામી : પરત ફરવું પડ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.