અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં પહોંચ્યા છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં સંબોધન કરીને ડૉનાલ્ડ ટ્રમ્પે ચીન અને યુરોપ પર સવાલ ઉઠાવ્યા છે. સાથોસાથ પોતે અમેરિકામાં વિકાસ કર્યો હોવાના પણ દાવા કર્યા હતા. એટલું જ નહીં, યુરોપ અને નાટો સહિતના દેશો ડૉનાલ્ડ ટ્રમ્પની નીતિનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ યુરોપને લઈ કહ્યું હતું કે યુરોપ સાચી દિશામાં આગળ વધી રહ્યું નથી. અમેરિકામાં મોંઘવારી ઘટી છે, જ્યારે ઝડપથી વિકાસ પણ અમેરિકા કરી રહ્યું છે. મેં ડેડ ઈકોનોમીમાંથી અમેરિકાને બહાર કાઢ્યું હોવાનો પણ દાવો કર્યો હતો.
પોતાના સંબોધનમાં ગ્રીનલેન્ડનો ઉલ્લેખ કરીને ટ્રમ્પે કહ્યું છે કે, “ગ્રીનલેન્ડના લોકો માટે મારા દિલમાં ઘણી ઇજ્જત છે. અમે ડેનમાર્કને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.” પોતાના સંબોધનમાં ડૉનાલ્ડ ટ્રમ્પે ચીન પર પણ નિશાન સાધ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ચીન ઘણો ચાલાક દેશ છે. તે યુરોપમાં ઘણી ચાલાકીથી પોતાનો સામાન વેચી રહ્યો છે.
ડૉનાલ્ડ ટ્રમ્પે યુરોપની ટીકા પણ કરી છે. યુરોપ અંગે ટ્રમ્પે જણાવ્યું છે કે, સાચું કહું તો, યુરોપનો કેટલોક ભાગ હવે ઓળખાય શકે તેમ નથી. અમે આ બાબતે ચર્ચા કરી શકીએ છીએ. પરંતુ કોઈ ચર્ચા નહીં. હું કોઈનું અપમાન કરવા ઇચ્છતો નથી અને એવું કહેવા માંગતો નથી કે, હું તેને ઓળખતો નથી અને આ બાબત હકારાત્મક અર્થમાં નથી. આ ઘણા નકારાત્મક અર્થમાં છે. હું યુરોપને પ્રેમ કરૂં છું. અને યુરોપની પ્રગતિ જોવા માંગુ છું, પરંતુ આ તે સાચી દિશામાં આગળ વધી રહ્યું નથી.
અમેરિકાના આર્થિક વિકાસ અંગે ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ કે, અમેરિકા આ દુનિયાનું આર્થિક એન્જિન છે, જ્યારે અમેરિકામાં આર્થિક ઉછાળો આવે છે, તો સમગ્ર વિશ્વમાં ઉછાળો આવે છે. આ ઇતિહાસ છે. જ્યારે આર્થિક મંદી આવે છે, ત્યારે આ સૌ તેનું અનુસરણ કરીએ છે. આજે બપોરે, હું આ વાત પર ચર્ચા કરવા ઇચ્છું છું કે અમે આ આર્થિક ચમત્કાર કેવી રીતે કર્યો, અમે અમારા નાગરિકોના જીવનસ્તરને અભૂતપૂર્વ સ્તર સુધી કેવી રીતે લઈ જવાનો ઇરાદો રાખીએ છીએ અને તમે પણ અને તમારા વિસ્તારમાં પણ અમારા કાર્યોનું અનુસરણ કરીને વધુ સારું કરી શકો છો.”





