અમદાવાદ શહેરની સાત જેટલી સ્કૂલને આજે વહેલી સવારે ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મળી હતી. જેમાં સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમા આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ ઝેવિયર્સ
લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ તથા વસ્ત્રાપુરની સ્કૂલને નિશાન બનાવીને આ ધમકીભર્યો ઈમેલ
મોકલવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ક્રાઈમ
બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ છે.
આજે સવારે અમદાવાદની સંત કબીર સ્કૂલની 3 બ્રાન્ચ, બોપલમા આવેલી ડીપીએસ નવરંગપુરાની સેન્ટ
ઝેવિયર્સ લોયોલા, ઘાટલોડિયાની કેલોરેક્ષ સ્કૂલ તથા વસ્ત્રાપુરની સ્કૂલ શરૂ થયાના ગણતરીના સમયમાં
જ સ્કૂલ વહીવટી તંત્રને બોમ્બ અંગેનો ઈમેલ મળ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટે વિલંબ કર્યા વગર તુરંત જ
પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ધમકી મળતા જ સાવચેતીના ભાગરૂપે બંને સ્કૂલ દ્વારા વાલીઓને
મેસેજ અને ફોન દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવી હતી કે તેઓ પોતાના બાળકોને ઘરે લઈ જાય.
અચાનક શાળાએથી તેડવા માટેનો મેસેજ મળતા જ વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલ પહોંચ્યા હતા.ધમકી
મળ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સ્કૂલ પર પહોંચી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ
સ્ક્વોડની મદદથી સ્કૂલના ક્લાસરૂમ, મેદાન અને લોબીમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
ધમકી ભર્યા ઇમેઇલમાં પ્રજાસત્તાક પર્વમાં સ્કૂલને ઉડાવી દેવાની ધમકી આપી હોવાનું ખુલ્યું
છે.ઉલ્લેખનીય છે કે,છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં શાળાઓ ઉપરાંત
કોર્ટ કચેરી,કલેક્ટર કચેરી સહિતની સરકારી બિલ્ડિંગોમાં બોમ્બ મુક્યો હોવાની ધમકી મળી છે.પોલીસ
તપાસમાં ધમકી માત્ર અફવા બની રહી છે.





